સામઢી ગામમાં વીર જવાન ઇન્ડિયન આર્મી અગ્નિ વીરમાં ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતન આવી પહોંચતા સમગ્ર ગામનો જેનો દ્વારા હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
પાલનપુર તાલુકાના સામઢી ગામમાં વીર જવાન ઇન્ડિયન આર્મી અગ્નિ વીરમાં ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતન આવી પહોંચતા સમગ્ર ગામનો જેનો દ્વારા હર્ષભેર ઉમળકાભેર ઉલ્લાસ્થી સ્વાગત કરવામાં આવ્યું હતું.
પાલનપુર તાલુકાના સામઢી ગામે ખેડૂત પ્રકાશભાઈ લીલાભાઈ પ્રજાપતિ ના પુત્ર અજય પ્રકાશભાઈ પ્રજાપતિ દ્વારા મા ભોમની રક્ષા કરવા ઇન્ડિયન આર્મી અગ્નિ વીર માં જોડાયેલ જેમાં નાસિક ખાતે પોતાની અગ્નિવની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન સાંભળી ગામે આવી પહોંચતા પોતાના પરિવારજનો અને સમગ્ર ગ્રામજનો દ્વારા સામઢી બસ સ્ટેન્ડ થી પોતાના ઘર સુધી વાંચતે ગાજતે અને દેશભક્તિના રંગે રંગાઈને હર્ષ ઉલ્લાસથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ફુલહાર પહેરાવી મોઢું મીઠું કરી અજય પ્રજાપતિનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ગામના અગ્રણીઓ પરિવારજનો સમાજ ના લોકો તેમજ સમગ્ર ગામ ઉમળકાભેર જોડાયું હતું અને અજય પ્રકાશભાઈ પ્રજાપતિને અગ્નિ વિર માં જોડાઈ આર્મી જવાનને ગામનું ગૌરવ તેમજ સમાજનું ગૌરવ વધારવા બદલ ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી