પાલનપુર શહેર વોર્ડ નંબર – ૦૬ ના વિસ્તારને “કોલેરાગ્રસ્ત” તરીકે જાહેર.

પાલનપુર શહેર વોર્ડ નંબર – ૦૬ ના વિસ્તારને “કોલેરાગ્રસ્ત” તરીકે જાહેર કરતું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું.
જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી એક માસ સુધી અમલમાં રહેશે.

(માહિતી બ્યુરો,પાલનપુર)

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત બનાસકાંઠાની દરખાસ્ત અંતર્ગત શ્રી વરૂણ કુમાર બરનવાલ (આઈ.એ.એસ.), જિલ્લા મેજિસ્ટ્રેટ, બનાસકાંઠા, પાલનપુર દ્વારા નીચે જણાવ્યા મુજબના વિસ્તારને “કોલેરાગ્રસ્ત” તરીકે જાહેર કરવા ફરમાન કરવામાં આવે છે. તથા નીચે જણાવેલ અધિકારીને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે તેમના નામ સામે જણાવેલ વિસ્તાર માટે નિમણૂંક કરવામાં આવે છે.

પાલનપુર શહેરી વોર્ડ નંબર – ૦૬ ના વિસ્તાર (ખાસદાર ફળી, ભકતોની લીંમડી, નાની બજાર, રબારીવાસ, જમાદારવાસ, ગોબાંદવાસ, સલાટવાસ, સુન્ની વોરવાસ, કચરૂ ફળી, આંબલી દરગાહ, કમાલપુરા, ઝવેરી માઢ, દિલ્હી ગેટ, પત્થર સડક, અબરકુવા, જૂનો અબરકુવા, ઝાંઝર સોસાયટી) ની આજુબાજુ નો ૨ કિ.મી. સુધીનો વિસ્તાર “કોલેરાગ્રસ્ત” તરીકે જાહેર કરવામાં આવે છે.
આ વિસ્તારના કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મામલતદારશ્રી, પાલનપુર (શહેર)ની નિમણુંક કરવામાં આવે છે. આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી એક માસ સુધી અમલમાં રહેશે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!