પાલનપુરના ખોડલામાં ફેકટરીના પ્રાંગણમાં રમતાં બાળકોને કાર ચાલકે ફંગોળ્યા, બેના મોત.
પાલનપુરના ખોડલામાં ફેકટરીના પ્રાંગણમાં રમતાં બાળકોને કાર ચાલકે ફંગોળ્યા, બેના મોત.
એક કિશોરીને ગંભીર ઇજા થતાં પાલનપુર સારવાર માટે ખસેડાયી
પાલનપુર તાલુકાના ખોડલા ગામ નજીક ફેકટરીમાં કામ કરતાં શ્રમિકોના બાળકો મંગળવારે પ્રાંગણમાં રમી રહ્યા હતા. દરમિયાન કાર ચાલકે અંદર ઘુસી એક કિશોરી સહિત બે બાળકોને ટક્કર મારી ફંગોળ્યા હતા. જેમાં એકનું ઘટના સ્થળે જ્યારે બીજાનું પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતુ. જ્યારે કિશોરીને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયી હતી.
પાલનપુર તાલુકાના ખોડલા નજીક કેટલ ફીડ ફીડમાં ભોયતળીયાનું કામ કરતાં મુળ દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના સીલાકોટા અને હાલ ખોડલા ગામે રહેતા શ્રમિકોના બાળકો મંગળવારે સવારે 10.55 કલાકના સુમારે કેટલ ફીડના પ્રાંગણમાં રમતા હતા. ત્યારે પુરઝડપે આવેલી કાર નં. જીજે. 27. એ. એ. 0168ના ચાલકે પ્રાંગણમાં કાર ઘુસાડી દઇ સહદેવભાઇ સુરેશભાઇ ડામોર (ઉ.વ. 6), ચિરાગ જાનુભાઇ તડવી (ઉ.વ. 6) અને ધામાબેન દીપાભાઇ માવી (ઉ.વ. 18)ને ટક્કર મારી ફંગોળ્યા હતા. જેમાં સહદેવનું ઘટના સ્થળે મોત થયું હતુ. જ્યારે ચિરાગનું સારવાર દરમિયાન મોત થયું હતુ. અકસ્માત બાદ ચાલક કાર મુકીને નાસી છુટ્યો હતો. આ અંગે સુરેશભાઇ મણીલાલ ડામોરે કાર ચાલક સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
કિશોરી નાના ભાઇઓને પાણી આપવા ગઇ અને કાર ઘસી આવી
કાકા, બાપા અને ફોઇના બાળકો કેટલ ફીડ આગળની ખુલ્લી જગ્યામાં લીમડાના ઝાડ નીચે રમી રહ્યા હતા. ત્યારે ધામાબેન દીપાભાઇ માવી તેમને પાણી આપવા ગઇ હતી. દરમિયાન અચાનક કાર ઘસી આવી હતી. અને ત્રણ બાળકોને ટક્કર મારી ફંગોળ્યા હતા. જેમાં બેના મોત થયા હતા.
અકસ્માતની ઘટના દૂરથી સીસીટીવી કેમેરામાં કેદ થઇ
કેટલ ફીડનું બાંધકામ ચાલી રહ્યુ છે. તેની નજીક આવેલા ફેકટરીના સીસીટીવી કેમેરામાં અકસ્માતની ઘટના કેદ થઇ હતી. જેમાં પુરઝડપે આવેલી કાર પ્રાંગણમાં ઘુસી ત્યારે ધૂળના ગોટે ગોટા ઉડતાં જોઇ શકાય છે