રાજ્યની આરોગ્ય સંસ્થાઓમાં દર મહિનાની છઠ્ઠી તારીખે ફાયર મોક ડ્રીલ યોજવા નિર્દેશ
રાજ્યની આરોગ્ય સંસ્થાઓમાં દર મહિનાની છઠ્ઠી તારીખે ફાયર મોક ડ્રીલ યોજવા નિર્દેશ
રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં રાત્રે દેખાય તેવાં ફાયર એક્ઝિટ ચિહ્નો લગાવવાનાં અને દર મહિનાની છઠ્ઠી તારીખે ફાયર મોક ડ્રિલ યોજવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ગઇ કાલે આરોગ્ય કમિશનર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં વીડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ ઉપરાંત હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં ઇલેક્ટ્રિક લોડ પ્રમાણેનું વાયરિંગ છે કે નહીં તે ચકાસવાની પણ તાકીદ કરવામાં આવી છે.
આ વર્ચ્યુઅલ બેઠકમાં ૪૨૨ આરોગ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
બેઠકમાં રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે ગોઠવવામાં આવેલી ફાયર સેફટીની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ અગમચેતીના ભાગરૂપે જરૂરી પગલાં લેવા બાબતે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા, અને તેની ચૂસ્તપણે અમલવારી કરવા પણ જણાવવામાં આવ્યું હતું.