વડગામ ખાતે વય નિવૃતી વિદાય સમારંભ યોજાયો.
વડગામ ખાતે વય નિવૃતી વિદાય સમારંભ યોજાયો.
વડગામ તાલુકા પાણી પુરવઠા વિભાગ ના નાયબ કાર્યપાલક ઈજનેર સિકંન્દરખાન સાહેબખાન બિહારી 34, વર્ષ સુધી ફરજ બજાવી તારીખ 31/5/2024, શુક્રવારે વય નિવૃત થતાં ગુજરાત સરકાર પાણીપુરવઠા વિભાગ ના કાયૅપાલક ઈજનેરો, જિલ્લા, તાલુકા ના અધિકારીઓ, કર્મચારીઓ, રાજકીય સહકારી આગેવાનો, વડગામ, પાલનપુર, દાંતા,અમીરગઢ તાલુકાના તમામ સરપંચો દ્વારા ભાવભીની વિદાય આપવા માં આવી હતી. પ્રસંગે વિદાયમાન એસ.એસ.બિહારી ના પરિવારજનો, બિહારી, જાગીરદાર સમાજના આગેવાનો કોન્ટ્રાકટરો, ખેડૂતો, જુદીજુદી સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. વડગામ તાલુકા આંજણા કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રિન્સીપાલ ડૉ. એલ.વી.ગોળ, તાલુકા પંચાયત કમૅચારી મંડળી મેનેજર અભેરાજભાઈ ચૌધરી, નિલેશભાઈ પ્રજાપતિ એ કાયૅક્રમ નું સફળ સંચાલન કર્યું હતું.