આડિશાના કાંઠા વિસ્તારમાં હવાથી જમીન પર મારણ ક્ષમતા ધરાવતી રુદ્ર એમ-2 મિસાઇલનું સફળ પરીક્ષણ

 આડિશાના કાંઠા વિસ્તારમાં હવાથી જમીન પર મારણ ક્ષમતા ધરાવતી રુદ્ર એમ-2 મિસાઇલનું સફળ પરીક્ષણ

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન – DRDOએ આજે આડિશાના કાંઠા વિસ્તારમાં હવાથી જમીન પર મારણની ક્ષમતા ધરાવતી રુદ્ર એમ-2 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ભારતીય વાયુ સેનાના એસયૂ – 30 એમ કે – વન પ્લેટફોર્મથી મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું હતું. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે પરીક્ષણના તમામ હેતુઓ સિદ્ધ થયા છે.
રુદ્ર એમ-2 સ્વદેશી મિસાઇલ તકનીક છે. જેમાં ડીઆરડીઓની વિવિધ પ્રયોગશાળાઓમાં વિકસીત કરાયેલી અત્યાધુનિક સ્વદેશી તકનીકનો ઉપયોગ થયો છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મિસાઇલના સફળ પરીક્ષણ પર ડીઆરડીઓ, વાયુ સેના અને સંરક્ષણ ઉદ્યોગને શુભેચ્છા પાઠવી છે. ડીઆરડીઓના અધ્યક્ષ ડૉ. સમીર વી. કામતે સફળ ઉડ્ડયન પરીક્ષણમાં પ્રયાસો અને યોગદાન બદલ પોતાની ટીમનો આભાર માન્યો હતો.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!