પાલનપુર સિવિલ હોસ્પિટલમાં 150 ઇન્ટર તબીબો પોતાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા.
પાલનપુર સિવિલ હોસ્પિટલમાં 150 ઇન્ટર તબીબો પોતાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા.
રાજ્યમાં મેડિકલ કોલેજમાં તબીબી અભ્યાસ કરતાં ઇન્ટર ડોકટરોને સરકારી નિયમો મુજબ રૂ.18200 સ્ટાઇપેન્ડ ચુકવવા આવે છે તેમજ તેમને રહેવા હોસ્ટેલની સુવિધા પૂરી પાડવા આવે છે પરંતુ મોરીયા ખાતે આવેલ બનાસ મેડિકલ કોલેજના અભ્યાસ કરતા 150 જેટલા ઇન્ટર ડોકટરોને માત્ર રૂ.12.000 આપવામાં આવે છે અને રહેવાની ઇન્ટર હોસ્ટેલ ની સુવિધા પૂરી પાડવામાં આવેલ મ હોય આ તબીબોને રહેવાના અગવડતા પડતી હોય મેડિકલ નો અભ્યાસ કરતા આ ઇન્ટર તબીબોએ 18200 સ્ટાઇપેન્ડ ચૂકવવા અને તેમને રહેવા માટે ઇન્ટર હોસ્ટેલની સુવિધા પૂરી પાડવાની માંગ સાથે સામૂહિક હડતાળ પર ઉતરી પાલનપુર ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં દેખાવો કરી તેમની બન્ને માંગણીઓ સત્વરે પૂરી કરવાની માંગ કરી હતી.