કેરળમાં નિર્ધારિત સમય કરતા એક દિવસ વહેલા નૈઋત્ય ચોમાસાનો આરંભ.
કેરળમાં નિર્ધારિત સમય કરતા એક દિવસ વહેલા નૈઋત્ય ચોમાસાનો આરંભ.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, કેરળમાં નિર્ધારિત સમય કરતા એક દિવસ વહેલા નૈઋત્ય ચોમાસાનો આજથી આરંભ થયો છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસા પૂર્વેની પ્રક્રિયાના ભાગરૂપે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ભારે વરસાદ થયો છે. કેરળના અલપુઝ્ઝા, કોટ્ટાયમ અને એર્નાકુલમ જીલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જ્યારે બાકીના જીલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે અને ભારે વરસાદને પગલે તિરૂઅનંતપુરમ અને એર્નાકુલમ જીલ્લાઓમાં ઘણી જગ્યાએ પાણી ભરાયાના અહેવાલ છે. સંબંધિત વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકો માટે રાહત શિબિરો શરૂ કરાયા છે. કેરળની પર્વતીય વિસ્તારોમાં વરસાદના લીધે ભેખડો ધસી પડવાની સંભાવના હોવાથી સત્તાવાળાઓએ સંબંધિત વિસ્તારના લોકોને સતર્ક રહેવાની સૂચના આપી છે.
એવી જ રીતે દરિયો તોફાની બન્યો હોવાથી કેરળ અને લક્ષદ્વીપના માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના અપાઇ છે,.