રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટી વ્યવસ્થા અંગે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ.
રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટી વ્યવસ્થા અંગે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ.
રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટી વ્યવસ્થા અંગે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ. આરોગ્ય કમિશનર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં વીડીયો કોન્ફરન્સના માધ્યમથી મળેલી બેઠકમાં રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે ગોઠવવામાં આવેલી ફાયર સેફટીની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ અગમચેતીના ભાગરૂપે જરૂરી પગલાં લેવા બાબતે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા, અને તેની ચૂસ્તપણે અમલવારી કરવા પણ જણાવવામાં આવ્યું હતું.
આ વર્ચ્યુઅલ બેઠકમાં આરોગ્ય પ્રભાગના વિવિધ ઉચ્ચ અધિકારીશ્રીઓ જોડાયા હતા. આ ઉપરાંત ૪૨૨ આરોગ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ બેઠકમાં જોડાયા.