રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આજે રાજકોટ ગેમઝોન દુર્ઘટના સંદર્ભે બદલી કરાયેલા એક IAS અને ત્રણ IPS અધિકારીની પૂછપરછ કરશે
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આજે રાજકોટ ગેમઝોન દુર્ઘટના સંદર્ભે બદલી કરાયેલા એક IAS અને ત્રણ IPS અધિકારીની પૂછપરછ કરશે
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આજે રાજકોટ ગેમઝોન દુર્ઘટના સંદર્ભે બદલી કરાયેલા IAS આનંદ પટેલ, રાજકોટના પૂર્વ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના ત્રણ IPS અધિકારીઓની પૂછપરછ કરશે.
રાજ્ય સરકારે ગેમઝોન દુર્ઘટના બાદ રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, તત્કાલીન કલેક્ટર આનંદ પટેલ, તત્કાલીન શહેર અધિક કમિશનર વિધિ ચૌધરી, ઝોન 2ના તત્કાલીન નાયબ પોલીસ કમિશનર ડૉ. સુધીર દેસાઈની તાત્કાલિક અસરથી બદલી કરી હતી.
ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજકોટ ગેમઝોન દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી વિશેષ તપાસ ટુકડીના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાના પરિવારજનોને ન્યાય અપાવવા માટે રચાયેલી વિશેષ તપાસ ટુકડીની સમીક્ષા કરી હતી. તેમજ શ્રી સંઘવીએ જે – તે વિભાગના જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. અધિકારી કે પદાધિકારીની પૂછપરછ બાદ આકલન કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય સરકારને અહેવાલ સોંપવામાં આવશે. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ – 2 ખાતે ગઈકાલે સાંજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટ ગેમઝોન દુર્ઘટના સંદર્ભે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સહિત વિશેષ તપાસ ટુકડીના સભ્યો સાથે બીજી મહત્વની બેઠક યોજી હતી.