ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ ની બેઠક યોજાઈ.
તારીખ 26/27,મેં,2024, દરમિયાન ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિ ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાષ્ટ્રીય અધિકારી મહામંત્રી મોહની મોહનજી ખાસ ઉપસ્થિત રહ્યા ,રાષ્ટ્રીય કોષાધ્યક્ષ જુગલકિશોરજી , રાષ્ટ્રીય મંત્રી બી કે પટેલ રાષ્ટ્રીય કાર્યકારણી સદસ્ય અંબુભાઇ પટેલ , વિઠ્ઠલભાઈ દુધાત્રા ઉપસ્થિત રહ્યા હતાં આ પ્રસંગે સંગઠન ની ગતિ વિધિ વીશે બે દિવસ ચર્ચા કરવામાં આવી હતી.સદસ્યતા ઞામ સમિતિ તાલુકા સમિતિ ને જીલ્લા સમિતિ ને પ્રદેશ અધિવેશન સુધી ની વિસ્તૃત ચિંતન કરવા માં આવ્યું હતું.આગામી સમયમાં આવતા દિવસોમાં દરેક જીલ્લા એ પોતા ને સોપેલ સદસ્યતા બુકો નો હીસાબ ત્વરિત પણે પ્રદેશ માં પહોંચતો કરવા માટે ખાસ સુચના આપી હતી .સંગઠન ની આગળ ની ગતિ વિધિ ત્વરિત હાથ ધરવામાં આવે તેવી વાત થયેલ છે આ બેઠક નું સંચાલન પ્રદેશ મહામંત્રી આર કે. પટેલ કર્યું હતું પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી શામજીભાઈ મિયાત્રા , રત્ન સીહ રાઠોળ ,શામળ ભાઈ, મંત્રી કુરા ભાઈ ચૈધરી, ધીરૂભાઇ ધાખડા, ને પ્રદેશ કારોબારી સદસ્ય ઓ ની ઉપસ્થિતિ માં બેઠક સંપન્ન થઈ હતી.