ગાંધીનગરમાં કલેક્ટરના આદેશ બાદ બાળકોને લઈ જતાં C.N.G. ગેસ સિલિન્ડરવાળા વાહનોની ચકાસણી શરૂ.
ગાંધીનગરમાં કલેક્ટરના આદેશ બાદ બાળકોને લઈ જતાં C.N.G. ગેસ સિલિન્ડરવાળા વાહનોની ચકાસણી શરૂ.
ગાંધીનગર જિલ્લામાં સ્કૂલ જતા બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરે સી.એન.જી. ગેસ સિલિન્ડરવાળા વાહનોની ચકાસણી ગઈકાલથી શરૂ કરાવી છે. આ ચકાસણી દરમિયાન 10 વાહનોને મેમો આપીને 38 હજાર રૂપિયાથી વધુની રકમનો દંડ એકત્રિત કરવામાં આવ્યો છે.
રાજકોટમાં બનેલ દુ:ખદ ઘટના બાદ ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવેએ શાળાએ વાન કે અન્ય વાહનમાં જતાં બાળકોની સુરક્ષાને ધ્યાને લઈ પોલીસ અને આરટીઓને સ્કૂલ વાનની ચકાસણી કરવાની સૂચના આપી છે. વાનમાં સી.એન.જી. ગેસ સિલિન્ડર હોય ત્યાં બાળકોને ન બેસાડવા તેમ જ ટાંકીની સલામતીની ખાતરી નિયમિત કરાવવા, ગેસ લિકેજ થાય તો તાત્કાલિક વાહનમાં અગ્નિશામક ઉપકરણ રાખવા અને નિયમિત ઉપકરણોની ચકાસણી કરવા જેવી અનેક બાબતોને પ્રાધાન્ય આપવા માટે કલેક્ટરે ભારપૂર્વક જણાવ્યું હતું.