પરીક્ષામાં અમદાવાદના હિત માણવરનો દેશભરમાં પ્રથમ ક્રમાંક

પરીક્ષામાં અમદાવાદના હિત માણવરનો દેશભરમાં પ્રથમ ક્રમાંક

દેશની વિવિધ એઈમ્સ અને અન્ય રાષ્ટ્રીય મેડિકલ સંસ્થામાં પ્રવેશ માટેની INI – CET પરીક્ષામાં અમદાવાદના હિત માણવરે દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. MBBS પછી MD-MS અભ્યાસક્રમમાં પ્રવેશ માટે લેવાયેલી આ પરીક્ષામાં અમદાવાદના હીત મણવરે 100 પર્સેન્ટાઈલ સાથે દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. 100 પર્સેન્ટાઈલ મેળવનારા હીત મણવર સમગ્ર દેશમાં એકમાત્ર વિદ્યાર્થી છે. રાજ્યના અન્ય બે વિદ્યાર્થી કેયૂર માંડવિયાએ 24મો તો જુહી ભણસાલીએ 40મો ક્રમાંક મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે, દેશભરના 80 હજારથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!