રાજ્યમાં ગરમીમાં આંશિકા ઘટાડો. છેલ્લાં 6 દિવસમાં 1,200થી વધુ લોકો ગરમીને લગતી બિમારીનો ભોગ બન્યા
રાજ્યમાં ગરમીમાં આંશિકા ઘટાડો. છેલ્લાં 6 દિવસમાં 1,200થી વધુ લોકો ગરમીને લગતી બિમારીનો ભોગ બન્યા
રાજ્યમાં ગરમીમાં આંશિકા ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં છેલ્લા કેટલાંક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે, જો કે, ગઈકાલથી રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. આગામી દિવસોમાં તાપમાનમાં બેથી 3 ડિગ્રી ઘટાડાની સંભાવના છે.
ગઈકાલે અમદાવાદ, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર અને કંડલા એરપોર્ટ ખાતે મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્શીયસ નોંધાયું છે. જ્યારે સુરેન્દ્રનગર, ડીસા, વ઼ડોદરા ખાતે 43, ભાવનગર – રાજકોટ અને ભૂજ ખાતે 42 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી બે દિવસ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
દરમિયાન રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં એક હજાર 200થી વધુ લોકો ગરમીને લગતી બિમારીનો ભોગ બન્યા છે. જેમ કે, પેટમાં દુખાવો, ઝાડા – ઉલ્ટી, હીટ સ્ટ્રોક, તાવ, માથામાં દુખાવો અને બેભાન જેવી ફરિયાદો નોંધાઈ છે.