દેવગઢ બારીયા ખાતે યોજાયેલ કુસ્તી સ્પર્ધામાં જિલ્લાના ખેલાડીઓનું ઉમદા પ્રદર્શન
દેવગઢ બારીયા ખાતે યોજાયેલ કુસ્તી સ્પર્ધામાં જિલ્લાના ખેલાડીઓનું ઉમદા પ્રદર્શન
તાજેતરમાં ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રાજયકક્ષાની કુસ્તી સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ દેવગઢ બારીયા ખાતે યોજવામાં આવ્યું હતું. તા. ૧૪ થી ૨૦ મે ૨૦૨૪ સુધી આયોજીત આ સ્પર્ધામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી રમતવીરોએ ભાગ લીધો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લાની વિમળા વિદ્યાલય ગઢના ખેલાડીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં કુસ્તીના કોચશ્રી પ્રવિણ ચૌધરી
ટ્રેનરશ્રી પંકજ ભાભોર અને ટીમના કોચશ્રી અશોક ચૌધરીના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ ખૂબ જ ઉમદા પ્રદર્શન કર્યું હતું. જેમાં અલગ અલગ કેટેગરીમાં ભાગ લેનાર કુસ્તીવીરોને ૮ ગોલ્ડ મેડલ, ૯ સિલ્વર મેડલ અને ૧ બ્રોન્ઝ મેડલ મળ્યું હતું.