જન્મ પ્રમાણપત્ર અને આધારકાર્ડમાં નામ અલગ હોય તો સોગંદનામાની જરૂર નહીં
જન્મ પ્રમાણપત્ર અને આધારકાર્ડમાં નામ અલગ હોય તો સોગંદનામાની જરૂર નહીં
રાજ્ય સરકાર દ્વારા જન્મના પ્રમાણપત્ર અંગે ચાલતી દ્વિધા બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે.
બાળકના જન્મ પ્રમાણપત્રમાં નામ અલગ હોય અને આધારકાર્ડમાં નામ અલગ હોય તે સંજોગોમાં આધારકાર્ડ પ્રમાણેનું જન્મ પ્રમાણપત્ર આપવાનું થાય ત્યારે કોઈ પણ પ્રકારનું સોગંદનામું કરાવવાની જરૂર નથી એમ રાજ્યનાં આરોગ્ય કમિશનરે પરિપત્ર દ્વારા સ્પષ્ટતા કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, આધારકાર્ડ પ્રમાણે સુધારો કરેલું જન્મ પ્રમાણપત્ર આપતી વખતે કોઈ પણ ફી વસૂલવામાં આવશે નહીં. આરોગ્ય કમિશનર દ્વારા રજિસ્ટ્રાર અને જિલ્લા આરોગ્ય અધિકારીને આ અંગે તાકીદ કરવામાં આવી છે.