રાજ્યમાં બે અલગ અલગ જીલ્લાઓમાં થયેલા માર્ગ અકસ્માતમાં ત્રણના મોત…

રાજ્યમાં બે અલગ અલગ જીલ્લાઓમાં થયેલા માર્ગ અકસ્માતમાં ત્રણના મોત…

ભુજ અને પંચમહાલમાં બે જુદા જુદા માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યાં છે.
ભૂજના ધાણેટી નજીક ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા મોપેડ પર સવાર દંપતીનું ઘટનાસ્થળે મોત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, પતિ પત્ની મોગલધામમાં દર્શન કરીને પરત ફરતા આ ઘટના બની હતી.
અન્ય એક બનાવમાં ગોધરા પરવડી બાયપાસ ચોકડી ઉપર ટ્રેલર ચાલકે કાબુ ગુમાવતા ટ્રેલર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેલર ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!