ભારત અને ઇરાન વચ્ચે ચાબહાર પોર્ટની કામગીરી માટે કરાર.
ભારત અને ઇરાન વચ્ચે ચાબહાર પોર્ટની કામગીરી માટે કરાર.
ભારત અને ઇરાને આજે ઇરાનમાં ચાબહાર સ્થિત શહીદ બેહશ્તી પોર્ટની કામગીરી માટે લાંબા ગાળાનાં કરાર પર હસ્તાક્ષર કર્યા છે.. ઇન્ડિયા પોર્ટસ ગ્લોબલ લિમિટેડ અને ઇરાનના બંદર અને દરિયાઇ સંગઠન વચ્ચે થયેલી સમજૂતી પ્રસંગે કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી સોનોવાલે જણાવ્યું હતું કે, આ સમજૂતીથી ચાબહાર બંદર પર ભારતની લાંબા ગાળાની કામગીરી માટેનો પાયો નંખાયો છે.
આ કરારથી ભારતને ઓમાનના અખાતમાં ઈરાનના કિનારે આવેલા ચાબહાર બંદરનો લાંબા સમયગાળા માટે ભાડાપટ્ટે વપરાશ કરવાની પરવાનગી મળશે. આનાથી, પાકિસ્તાનનાં કરાચી તેમજ ગ્વાદર બંદર બાયપાસ થઈને ઈરાનના માર્ગે દક્ષિણ અને મધ્ય એશિયા વચ્ચે નવો વેપાર માર્ગ પણ મોકળો થશે. આ કરાર વેપારીઓને સંવેદનશીલ અને વ્યસ્ત પર્શિયન ખાડી અને હોર્મુઝની ખાડીમાંથી વૈકલ્પિક પરિવહન માર્ગ શોધવાનો માર્ગ મોકળો કરશે.
લોકસભા ચૂંટણી વચ્ચે શ્રી સોનોવાલની આ મુલાકાત ચાબહાર બંદરને ભારતે આપેલા મહત્વ પર ભાર મૂકે છે.