વોર્ડ નંબર ૩ ના વાલ્મીક્પુરા માં નળ ખુલ્લા રાખતા પાણી નો વેડફાટ..તંત્ર મૌન ..
પાલનપુરમાં વોર્ડ નંબર ત્રણ અને બે માં એક તરફ પીવાના પાણીના ફાફા બીજી તરફ ઝૂંપડપટ્ટી વાળા નળ ખુલ્લા રાખતા પાણી જાહેર રોડ ઉપર રેલાયા. પાલિકા તંત્ર મૌન ..
પાલનપુરમાં ભર ઉનાળે વોર્ડ નંબર ત્રણ અને બેમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણી લઈને રહીશો પરેશાન છે બીજી તરફ આ વિસ્તારમાં ઈંગ્લીશ સ્કૂલ પાસે આવેલા જાહેર રોડ આસપાસ ઝૂંપડપટ્ટીમાં સવારે પાણી સપ્લાય બાદ કેટલા લોકો પીવાના નળ ખુલ્લા રાખી પાણી જાહેર રોડ ઉપર વેડફતા આ વિસ્તારમાં દૂર સુધી પાણી રેલાય છે આ પ્રશ્નને લઈને નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ દંડકીય કાર્યવાહી ન કરતા પીવાના પાણીના તંગી વચ્ચે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે તેમ છતાં નગરપાલિકાના સત્તાધીશો મૌન વહેતા આ વિસ્તારના રહીશોમાં રોષ જોવા મળ્યો છે.
આ મામલે વોર્ડ નંબર ત્રણમાં શિવનગરમાંથી ચૂંટાયેલા નગરસેવકને આ વિસ્તારના રહીશોએ વારંવાર આ વેડફાતા પાણી માટે પગલાં લેવા જણાવવા ધ્યાન દોર્યું ત્યારે ફક્ત તમારી વાત નગરપાલિકામાં લાગતા વાળતા સત્તાધીશોને હું તમારી વાતને ધ્યાનમાં લઈને જાણ કરીશ તેમ આ શ્વસનના ઘોડા દોડાવી રહ્યા છેલ્લા કેટલાક દિવસોથી નગરપાલિકા કોઈ નક્કર પગલા ન ભરતા. આ વેડફાતા પાણીની સમસ્યા વકરતી જાય.