અમદાવાદની 28થી વધુ શાળાઓને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઇ-મેલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યા..

અમદાવાદની 28થી વધુ શાળાઓને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઇ-મેલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યા..

અમદાવાદની 28થી વધુ શાળાઓને છઠ્ઠી મેના રોજ મોકલવામાં આવેલા ધમકીભર્યા ઇ-મેલ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યા છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દાવો કર્યો છે કે, અગાઉ એવી શંકા હતી કે, ઇ-મેલમાં રશિયન ડોમેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દિલ્હી બાદ અમદાવાદની શાળાઓને લોકસભાના મતદાનના એક દિવસ અગાઉ ધમકીભર્યા ઇ-મેલ મળ્યા હતા. કેન્દ્રીય એજન્સીઓએ પોતપોતાની રીતે તપાસ શરૂ કરી હતી. આ ઇમેલની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને તેમાં પાકિસ્તાન કનેક્શન મળી આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે આઇએસઆઇની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ કેસમાં પાકિસ્તાનનું કનેક્શન જોડાયેલું હોવાથ્ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ આ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓની મદદ લેવાની તૈયારી કરી રહી છે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!