પાલનપુર નગરપાલિકાના શિવનગર વિસ્તારમાં પાણી પુરવઠાના અણ વહીવટ ના કારણે પીવાના પાણીની કુત્રિમ અછત રહેશો મા રોષ…

પાલનપુર નગરપાલિકાના શિવનગર વિસ્તારમાં પાણી પુરવઠાના અણ વહીવટ ના કારણે પીવાના પાણીની કુત્રિમ અછત રહેશો મા રોષ…

પાલનપુર વોર્ડ નંબર ૩ શિવ નગર સોસાયટી સહિત આ વિસ્તારની અનેક સોસાયટીઓમાં રહીશોને સમયસર પાણી મળી રહે તેની સુવિધા માટે આ વિસ્તારના લીલાશાહ કુટીયા પાસે હજારો લિટર નોપાણીનો ટાંકો બનાવેલો છે લાખો રૂપિયા ખર્ચ ચોપડે પાડી પીવાના પાણીની લાઈનો સપ્લાય પણ આપેલો છે તેમ છતાંય નગરપાલિકાના પાણીના પુરવઠા વિભાગના અણ આવડતના લઈને અવર નવર પીવાના પાણીની આ વિસ્તારનો કુત્રિમ અછત રહેતા આ વિસ્તારમાં રહીશોમાં રોષ જોવા મળ્યો હતો અને પ્રાઇવેટ ટેન્કરો મંગાવી મજબૂર બન્યા છે.
માહિતી પ્રાપ્ત મુજબ નગરપાલિકાને કરોડોની ગ્રાન્ટ શહેરમાં પાણી પૂરું મળી રહે તેને લઈને રાજ્ય સરકારે વિવિધ વિસ્તારોમાં લાખો રૂપિયાનીગ્રાન્ડ ફાળવી છે જેમાં વોર્ડ નંબર ત્રણ શિવનગર તેમજ વોર્ડ નંબર 2 માં પીવાનું પાણી પૂરું મળી રહે તે હેતુથી લીલાશા પાસે હજારો લિટર નું પીવાના પાણી ટાકુ બનાવવામાં આવ્યું છે જેની અંદરપાણી પીવાનું મળી રહે તે હેતુથી ધરોઈ લાઈન તેમજ અન્ય હરીપુરા માનસરોવર તળાવ આસપાસ ચાર બોરો નું પાણી સપ્લાય આ ટાંકામાં ઠલાવવા ની વ્યવસ્થા હોવા છતાં અવર નવર પાણીનો સપ્લાય અનિયમિત છોડી લાલિયા વાડી ઓપરેટર કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે પાણીનો પુરવઠો પૂરો સપ્લાય ન આપતા આ વિસ્તારમાં કૃત્રિમ પાણીની અછત ઊભી થતારહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પાલનપુરમાં વોર્ડ નંબર ત્રણ ના વિસ્તારોમાં શિવનગર સોસાયટી શક્તિનગર. લક્ષ્મીનગર. વાલ્મિકીપુરા ્તેમજ ભાગ્યોદય સોસાયટી . કલ્યાણ સોસાયટીઆ વિસ્તારમાં વોર્ડ નંબર 2 માં આવેલી અન્ય સોસાયટીપાણી પૂરું મળી રહે તેને લઈને આ સપ્લાય માટે ૩ થી ૪ ઓપરેટરો કામ કરી રહ્યા છે એમના પગારના ખર્ચા પાલિકામાં પાડવામાં આવે છે જોકે આ વિસ્તારના લોકોના કહેવા પ્રમાણે પાણીનો પુરવઠો હોવા છતાંય આ બોર ઓપરેટરો પૂરેપૂરું સપ્લાય ન છોડી તેને લઈને પીવાના પાણીની કુત્રિમ અછત અવારનવાર સર્જાતી રહે છે જેને લઇને રહીશોને પ્રાઇવેટ ટેન્કરો નો ખર્ચ પાડી અવર નવર મંગાવવા મજબૂર બનતા હોય છે લોકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આ ઓપરેટરો પાલિકામાં કેટલાક નગરસેવકો તેમના સાથે સગા વહાલા ની નીતિ અપનાવી તેમની લાલિયા વાડીની કામગીરી નજર અંદાજ કરી રહ્યા છે તેને લઈને આ પાણી ઓપરેટરો વાલ એનો પાણીનો પૂરો સપ્લાય ટાંકા અપૂરતો સપ્લાય કરી ભરતા તેમની મન મારી ચલાવી રહ્યા હોવાનું ચર્ચાનો વિષય બન્યો છે તેના કારણે પીવાના પાણીમાં અછતનો સામનો રહીશોકરી રહ્યા છે આ હા મામલે પાણી પુરવઠા વિભાગ તેમજ ચીફ ઓફિસર એ સ્થળ ઉપર તપાસ કરી યોગ પગલા ભરવા જોઈએઓપરેટર અન્ય જગ્યાએ બદલી કરી સામે કાયદેસરના પગલાં ભરી કારવાઈ થવી જોઈએ ઓપરેટર ના હિસાબે લોકો છતાં પાણી કકળાટ અનુભવી રહ્યા છે બીજી તરફ આ વિસ્તારમાં ઝુપડપટ્ટી ની પાણીની લાઈનો ના નળ ખુલ્લો રાખતા આ પાણી જાહેર રોડ ઉપર વેડફાય છે તેઓ નગરપાલિકાના કેટલાક સત્તાધીશો ચૂંટાયેલા નગર સેવકો નજર અંદાજ કરી વાત ગોદડી વાળવાની કોશિશ કરે છે તો આવા વેડફતા લોકો સામે દંડકીય કાર્યવાહી કેમ કરતા નથી?જેની તપાસ વિષય છે સમયસર પાણી મળે તેવું આ વિસ્તારના લોકો ઇચ્છી રહ્યા છે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!