અમદાવાદમાં મેટ્રોની મુસાફરી પહેલી પસંદ બની રહી છે.
અમદાવાદમાં મેટ્રોની મુસાફરી પહેલી પસંદ બની રહી છે.
અમદાવાદ શહેરમાં હવે મેટ્રોની મુસાફરી વધી રહી છે.. ત્યારે સત્તાવાર રીતે જાહેર થયેલા આંકડા અનુસાર છેલ્લા બે દિવસો દરમિયાન મેટ્રોમાં દૈનિક મુસાફરી કરતાં લોકોનો આંકડો પહેલીવાર 1 લાખને પાર કરી ગયો છે.
પ્રથમવાર મુસાફરોની સંખ્યા વધીને મેચ કે જાહેર રજાના દિવસોને બાદ કરતાં અઠવાડિયાના બે સામાન્ય દિવસોમાં વધીને આંકડો 1 લાખને પાર કરી ગયો છે. ચૌદમી મેના રોજ એક લાખ 830 લોકોએ મુસાફરી કરી હતી જ્યારે 16મી મેના રોજ એક લાખ 893 લોકોને મુસાફરી કરી હતી જોકે આ બંને દિવસ આઇપીએલની મેચ ન હતી.
મેચ અને રજાના દિવસો દરમિયાન તો મેટ્રોમાં સતત 1 લાખથી વધુ લોકોએ મુસાફરી કરી છે. ગત 10 મેએ મુસાફરોની સંખ્યા 1.59 લાખ નોંધાઈ હતી.