રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી બાદ આજથી હવામાનમાં પલટો આવી શકે છે.
રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી બાદ આજથી હવામાનમાં પલટો આવી શકે છે.
રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી બાદ આજથી હવામાનમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગ અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ગરમી યથાવત રહી શકે છે. જોકે દક્ષિણના ભાગોમાં હવામાનમાં ફેરફાર થઈ શકે છે.
આવતીકાલથી દક્ષિણ ગુજરાત સહિતના ઘણાં ખરા ભાગોમાં હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ-દીવ તેમજ દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. 12 મેથી શરૂ કરીને 15 મે દરમિયાન દક્ષિણ ગુજરાત સહિતના વધુ કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્ય વરસાદ વરસી શકે છે.
ગઈકાલે રાજ્યમાં મહત્તમ તાપમાન અમદાવાદ અને સુરેન્દ્ર નગરમાં 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉપરાંત રાજકોટ, અમરેલી અને ગાંધીનગરમાં 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.