સાબરકાંઠાના વડાલીના વેડા ગામે થયેલા બ્લાસ્ટ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસની સમગ્ર ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલવામાં સફળતા મળી.

સાબરકાંઠાના વડાલીના વેડા ગામે આજે બપોરે થયેલા બ્લાસ્ટ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસની સમગ્ર ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલવામાં સફળતા મળી છે મૂર્તકની પૂર્વ પ્રેમિકાના પતિએ રાજસ્થાનથી ખરીદાયેલા ડેટોનેતર ને ટેપ રેકોર્ડર માં ફીટ કરી મૃતક ના ઘરે મોકલાવતા સમગ્ર બ્લાસ્ટ ની ઘટનાને અંજામ અપાયો હતો જો કે આરોપી ને ઝડપી લેવામાં સફળતા મળી છે.

સાબરકાંઠાના વડાલીના વેડા ગામે આજે બપોર બાદ જીતેન્દ્ર વણઝારા ના ઘરે અજાણ્યા રીક્ષા ચાલકે એક ટેપ રેકોર્ડર જેવું બોક્સ મોકલાવી હતું જે ખોલતા અચાનક બ્લાસ્ટ થયો હતો જો કે અચાનક થયેલા બ્લાસના પગલે જીતેન્દ્ર વણઝારા સહિત તેમની 12 વર્ષીય દીકરી ભૂમિકા વણઝારા નું મોત થયું હતું જો કે નાનકડા ગામમાં થયેલા બોમ્બ ધડાકા ના પગલે સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા તેમ જ સાબરકાંઠા જિલ્લા પોલીસ સહિત એનએસજી પોલીસ પણ તપાસમાં જોત રહી હતી જો કે ગણતરીના કલાકોમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ એ તાત્કાલિક ધોરણે રિક્ષાચાલકની ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી જ્યાં રીક્ષા ચાલકને એકટીવા ચાલક દ્વારા બોક્સ અપાતું હોવાના ધ્યાને આવતા પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા જયંતિ વણઝારા નામના વ્યક્તિએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલાત કરી છે.

 વિજય પટેલ જિલ્લા પોલીસ વડા સાબરકાંઠા

જોકે બોમ્બ બ્લાસ્ટ કરવા માટે રાજસ્થાન થી ડેટાનેટર મંગાવ્યા હતા તેમજ આ ડેટાનેટર ને ટેપ રેકોર્ડર જેવા બોક્સમાં લગાવી હતું જેના પગલે મૃતક યુવકે ટેપ રેકોર્ડર સમજીને પ્લગમાં વાયર નાખતા ધડાકો સર્જાયો હતો જેના પગલે પિતા પુત્રીના મોત થયા છે તેમજ અન્ય બે સગીરાઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે જોકે સમગ્ર બ્લાસ્ટ માટે મૃતક યુવક ની પૂર્વ પ્રેમિકા હોવાના મામલે ધડાકો થયા હોવાનું ખુલ્યું છે જેમાં આરોપી ની પત્ની એ પૂર્વ પ્રેમી હોવાના પગલે આ સંબંધ ન ગમતો હોવાના પગલે હત્યાકાંડ કર્યો હોવાનું સ્વીકારતા તેની અટકાયત કરાઈ છે તેમજ વધુ તપાસ હાથ ધરાઇ છે.

 

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!