આજે કોંગ્રેસના પ્રિયંકા ગાંધી લાખણી ખાતે જાહેર સભાને સંબોધશે
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પડઘમ વાગી રહ્યા છે ત્યારે ત્રીજા તબક્કાની ૭ મેં ના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે, જેને પગલે અત્યારે ભાજપ અને કોંગ્રેસ પોતાના સ્ટાર પ્રચારકોને ગુજરાત મોકલી પોતાના ઉમેદવારોને જીતાડવા માટે ભરપૂર પ્રયાસો કરી રહી છે, અને સ્ટાર પ્રચારકો દ્વારા સભાઓ ગજવી રહી છે, ત્યારે આજે પ્રિયંકા ગાંધી ફરી એકવાર ગુજરાતમાં પ્રચાર કરવા આવી રહ્યા છે જેઓ પાટણ અને બનાસકાંઠા બેઠકના ઉમેદવાર માટે લાખણી ખાતે જાહેર સભાને સંબોધશે. લાખણી ખાતે પાટણ અને બનાસકાંઠાના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.