બનાસકાંઠા જિલ્લામાં મહેંદી સ્પર્ધા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન
બનાસકાંઠા જિલ્લામાં મહેંદી સ્પર્ધા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન
આગામી સાત મેના રોજ લોકસભા ચુંટણી માટે મતદાન યોજાનાર છે. મતદાનના દિવસે સંપૂર્ણ મતદાન થાય અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે બનાસકાંઠામાં જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ સ્વીપ ટીમ દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકાઓ અને ગામોમાં આંગણવાડીની બહેનો દ્વારા મતદાન જાગૃતિ અંગે મહેંદી સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આંગણવાડીની બહેનો દ્વારા મહિલા મીટીંગ થકી મહિલાઓને મતદાનનું મહત્વ સમજાવતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ બેનર, રેલી તથા રંગોળી દ્વારા મહિલાઓને મતદાન માટે પ્રેરિત કરવામાં આવી હતી