બનાસકાંઠામાં એક દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોનાં મોત ..
બનાસકાંઠામાં એક દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોનાં મોત.
બનાસકાંઠામાં એક દુર્ઘટનામાં બે શ્રમિકોનાં મોત થયા છે જ્યારે અન્ય ત્રણ મજૂરોની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પાલનપુર- ડીસા હાઈવે પર આવેલી એક પેપર મિલના કુવામાં કામ કરી રહેલા 5 મજૂરોને આજે સવારે ગૂંગળામણની અસર થઇ હતી. આ ઘટનાની જાણ થતાં જ 108 અને ફાયર બ્રિગેડની ટીમની મદદથી મજૂરોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જેમાં બેનાં મોત થયા હતા જ્યારે અન્ય ત્રણની સારવાર ચાલી રહી છે. કુવામાં કામ કરી રહેલા એક મજૂરને ગુંગળામણની અસર થઇ હતી, જેને બચાવવા અન્ય ચાર મજૂરો કુવામાં ઉતરતા આ દુર્ઘટના બની હતી.