DRDOએ સફળતાપૂર્વક દેશમાં સૌથી હળવા બુલેટ પ્રૂફ જેકેટ વિકસિત કર્યું.
ડિફેન્સ રિસર્ચએન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન- DRDOએ સફળતાપૂર્વક દેશમાં સૌથી હળવા બુલેટ પ્રૂફ જેકેટ વિકસિત કર્યું છે. આ જેકેટ BIS દારૂગોળાના ઉચ્ચતમ સ્તર -6 ના જોખમ સામે રક્ષણ પૂરું પાડે છે. તાજેતરમાં જ આ બુલેટ પ્રૂફ જેકેટનું ચંદીગઢ ખાતે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ જેકેટ નવા ડિઝાઇન અભિગમ પર આધારિત છે, જ્યાં નવીન સામગ્રી અને પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે કહે છે કે આ જેકેટની ફ્રન્ટ હાર્ડ આર્મરપેનલ (HAP) ઘણા હુમલાઓથી બચવામાં મદદરૂપ છે.