ડીસાથી દારૂની હેરાફેરી કરતા પાંચ ઇસમ ઝડપાયા.

ડીસાથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી પાંચ ઇસમો ઝડપી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર.

વી.જી.પ્રજાપતિ પોલીસ ઇન્સપેક્ટર એલ. સી. બી નાઓના  સૂચના તથા માર્ગદર્શન હેઠળ પો. સ. ઈ એલ. સી. બી તથા કર્મચારીઓ પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક શંકાસ્પદ મહિન્દ્રા ઝાયલો ગાડી જેનો નં-જીજે૦૧-આરએ-૮૭૭૦ મા ચોરખાના બનાવી દારૂની હેરાફેરી થતી હોવાની હકીકત આધારે સદરી ગાડીની વૉચ તપાસ માં રહી જે મહિન્દ્રા ઝાયલો ગાડીને ચેક કરતા જેમાંથી સદરી ગાડી માંથી અલગ અલગ ચોરખાના માંથી ભારતીય બનાવટના વિદેશી  દારૂની છુટક બોટલ નંગ-૭૨ કુલ કિ.રૂ-૩૯, ૬૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા મહિન્દ્રા ઝાયલો ગાડીની કિ.રૂ ની કિ.રૂ-૨,૦૦,૦૦૦/-  તથા આરોપીઓની અંગ ઝડતી માથી મળી આવેલ મોબાઇલ નંગ-૦૭ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- એમ કુલ મળી રૂ.૩,૮૯,૬૦૦/- નો કુલ મુદ્દામાલ કબજે કરી પકડાયેલ તથા માલ ભરાવનાર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી દારૂ ની હેરા ફેરીનો પર્દાફાશ કરી ગણનાપત્ર કેસ શોધી પ્રશંનીય કામગીરી કરતી ટીમ એલ. સી. બી બનસકાંઠા.

આરોપીઓના નામ:

પકડાયેલ આરોપી

(૧) રીયાઝ બસીરભાઇ સરવદી ઉ.વ- ૨૧ ધંધો-નોકરી રહે-નવી શાળાની બાજુમા, મુ.પો-તરસઇ તા-જામ જોધપુર જી-જામનગર (૨) વિશ્વાસ ઘનશ્યામભાઇ પઢારીયા (રાજપુત) ઉ.વ-૨૨ ધંધો-મજુરી હાલ રહે-૪૦, ફુટ રીંગ રોડ, ચામુંડા કૃપા, રાજકોટ તા.જી-રાજકોટ મુળ રહે-સર તા-કોટડા સંઘાણી, જી-રાજકોટ (૩) મેહુલભાઇ બાબુભાઇ કુડેચા (કોળી ઠાકોર) ઉ.વ-૨૩ ધંધો-ડ્રાયવીંગ રહે-૧૨૪૧, બ્લોક નં-૩ સાગર ચોક, ૧૫૦ રીંગ રોડ રાજકોટ તા.જી-રાજકોટ (૪) કરણભાઇ કિશોરભાઇ સિંધવ (રાજપુત) ઉ.વ-૨૧ ધંધો-ગેરેજ રહે-રણુજા મંદિરની પાસે, ૩સોમનાથ સોસાયટી, કોઠારીયા રોડ રાજકોટ તા.જી-રાજકોટ (૫) મીતભાઇ ઘનશ્યામભાઇ સોલંકી ઉ.વ-૨૬ ધંધો-મજુરી રહે-બ્લોક ૪૨૦૫, જનકપુરી કોંપ્લેક્ષ,મુંજકા, સૌરાષ્ટ્ર યુનિ. ની બાજુમા રાજકોટ, તા.જી-રાજકોટ.

                પકડવાનો બાકી આરોપી      (૬) વિજયભાઇ બોરીચા રહે-રાજકોટ જેનો મોબાઇલ નં-૮૮૪૯૫૪૨૪૪૬.

(૭) પ્રોહી મુદ્દામાલ ભરી આપનાર- સાંચોર બાડમેર રોડ, કૌશલ હોટલની બાજુમા આવેલ રોયલ વાઇન શોપ નામની દારૂની દુકાન પર રહેલ માણસ

 

કામગીરીમાં રોકાયેલ પો.સ્ટાફ

(૧) શ્રી, એસ.બી.રાજગોર પો.સબ.ઇન્સ એલ.સી.બી

(2) એ.એસ. આઈ વિજયકુમાર  એલ. સી. બી

(3) હેડ.કોન્સ મિલનદાસ એલ.બી.પાલનપુર

(4) પો.કો જોરાવરસિંહ એલ.સી.બી.પાલનપુર

(5) પો.કો ગજેંદ્રદાન એલ.સી.બી પાલનપુર

(6) અ.પો.કો વિક્રમભાઇ એલ.બી.પાલનપુર

(7) એ. પો. કો જોરસિંહ એલ. સી. બી

 

 

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!