‘‘સોશિયલ મિડીયામાં એડીટ કરીને વિડીયો વાઇરલ કરનાર ઇસમને પકડી પાડતી સાયબર ક્રાઇમ ટીમ, પાલનપુર’’
‘‘સોશિયલ મિડીયામાં એડીટ કરીને વિડીયો વાઇરલ કરનાર ઇસમને પકડી પાડતી સાયબર ક્રાઇમ ટીમ, પાલનપુર’’
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ, તથા શ્રી અક્ષય રાજ સાહેબ પોલીસ અધિક્ષક બનાસકાંઠા, પાલનપુર નાઓએ આગામી લોકસભા સામાન્ય ચુંટણી દરમ્યાન આદર્શ આચારસંહિતા અમલમાં હોઇ જીલ્લામાં સાયબર ક્રાઇમ લગત બનાવો ન બને તે સારૂ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ટીમને સોશિયલ મિડીયા ઉપર સર્વેલન્સ વોચ રાખવા સુચના કરેલ.
જે અન્વયે શ્રી એસ.કે.પરમાર, પોલીસ ઇન્સ્પેકટર, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા શ્રી ટી.એન.મોરડીયા, પોલીસ સબ ઇન્સપેક્ટર, શ્રી વી.બી.મકવાણા, પો.સબ ઇન્સ. (વાયરલેસ) તથા સાયબર ક્રાઇમ ટીમ વિવિધ સોશિયલ મિડીયા એકાઉન્ટના સર્વેલન્સ વોચમાં હતા,તે દરમ્યાન એક અજાણ્યા ઇન્સ્ટાગ્રામ ધારકે એક મહિલાનો બિભત્સ ગાળો બોલતો વિડીયો એડીટ કરી તે મહિલાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા કરવા ગુનાહિત કાવતરૂ રચી સોશિયલ મિડીયા દ્વારા તેને માનસિક રીતે હેરાન કરવા સંદર્ભેનો મળી આવતાં તાત્કાલિક તે સંદર્ભે ગુનો દાખલ કરી અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરવા તે શંકાસ્પદ ઇન્સ્ટાગ્રામ ધારક લગત ટેકનિકલ સર્વેલન્સ આધારે જરૂરી સચોટ માહિતી એકત્રિત કરીને ગણતરીના કલાકોમાં જ આ ગુનાનો આરોપી વિક્રમભાઇ લેરાજી ઠાકોર ઉ.વ.૨૩, ધંધો-ખેતી રહે.મીઠા, તા.ભાભર વાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
નોંધ :- જો કોઈ વ્યક્તિ ફેસ બુક, ઇન્સટ્રાગ્રામ, વોટ્સ અપ વિગેરે જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા અભદ્ર કે વાંધાજનક કે અપમાનિત કરે તેવી પોસ્ટ કે મહિલા સમ્માનને ઠેસ પહોંચાડે તેવી કે પછી કોઈ ધર્મ, જાતિ, વર્ગ, પંથ માં વર્ગવિગ્રહ પેદા કરે,વૈમાનસ્ય ઉભું કરે,એકતા તથા ભાઈચારા ને ડહોળવાનું કાર્ય કરશે તો સાયબર ક્રાઇમ પાલનપુર દ્વારા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી-
(૧) શ્રી એસ.કે.પરમાર, પોલીસ ઇન્સપેક્ટર
(ર) શ્રી ટી.એન.મોરડીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર
(૩) શ્રી વી.બી.મકવાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ)
(૪) એએસઆઇ હબીબભાઇ જીવાભાઇ
(પ) હેડ કોન્સ. શૈલેષકુમાર શંકરભાઇ
(૬) પો.કોન્સ. મહેશકુમાર ધુળાભાઇ