સાથ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી પાલનપુરમા બ્યુટી પીનિયોર બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા

સાથ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી પાલનપુરમા બ્યુટી પીનિયોર બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા


સાથ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ગોધરેજ ના સંયુક્ત ઉપક્રમે પાંચ વર્ષથી બનાસકાઠા તેમજ ઉતર ગુજરાતના ૫૦૦ થી ૬૦૦ બ્યૂટી પીનીયોર બહેનોને સલૂનની પ્રોફેશનલ ટ્રેનિંગ તદન મફતમા આપવામાં આવેલ, તેમજ તેમને આત્મનિર્ભર કરવા બદલ તેમને આર્થિક સહિયોગ ભાગ રૂપે અત્યાર સુધીમાં ૧૮ થી ૨૦ લાખ સુધી રકમ વ્યાજ વગર લોન પેટે આપવામાં આવેલ છે,

જેમાંથી બ્યુટી પીનીયોર બહેનો નવા બિઝનેસ તેમજ નવા સ્ટાર્ટઅપ ચાલુ કર્યા છે અને તે કાર્ય નિરંતર વધારતા ગત રોજ તારીખ ૧૬ એપ્રિલ ૨૦૨૪ ના રોજ પાલનપુર સેન્ટર ઉપર – પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, લાખણી ના બહેનો ને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ તેમજ સલૂન ચલાવતા બહેનો પ્રોફેશનલ ટ્રેનિંગ તદન મફતમા આપવામાં આવે છે.

મહિલાઓ આત્મનિર્ભર થાય અને આજના આધુનિક ટેકનોલોજી સાથે સાંકળીને તેમને નેટ બેન્કિંગ, સાઈબર ક્રાઈમ, તેમજ કાયદાકીય માહિતી તેમજ બિઝનેસ પ્લાન, મશીનરી ટ્રેનીંગ, વેક્યુમ મશીન, અલ્ટ્રા સાઉન્ડ મશીન, હાઈ ફોકવનસી મશીન, એડવાન્સ ટ્રેનીંગ, એડવાન્સ હેર કટ, સ્પા, પ્રોફેશનલ કલર હાઈ લાઈટ જેવા વિવિધ મુદ્દાઓ ઉપર ટ્રેનિંગ આપવામાં આવે છે તેમજ તેમના બિઝનેસને આગળ વધારવા બિઝનેસ મેનેજમેંટ આપવામાં આવે છે.

ટ્રેનિંગ લીધા પછી સતત પ્રોગ્રામ ઓફીસર અને માસ્ટર ટ્રેનર હેન્ડ હોલ્ડિંગ થી આવક માં ૨૦ થી ૩૦ ટકા વધારો થયો છે તેવું બ્યૂટી પીનિયોર બહેનો તરફથી જાણવા મળેલ છે અને તમામ પ્રોગ્રામને મીરાબેન સોલંકી માર્ગદર્શનથી આયોજિત કરવામાં આવેલ માસ્ટર ટ્રેનર આરતીબેન શ્રીમાળી તેમજ પ્રોગ્રામ ઓફીસર નીરજ ચૌહાણ હસ્તે પૂર્ણ કરવામાં આવ્યો તેમજ ટૂંક સમય મા થરાદ માં અર્બન રિસર્ચ સેન્ટર માધ્યમ થી સ્થાનિક સમસ્યાઓ અને રોજગાર ,શિક્ષણ , આરોગ્ય , સ્કીલ ડેવલપમેન્ટ જેવા વિવિધ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું .

અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!