પાલનપુરમાં ઉચ્ચ સ્તરીય સાધનો સાથે ન્યુરો-ફિઝિયોથેરાપી સેન્ટરનું ઉદઘાટન
માવજત હોસ્પિટલ – પાલનપુરમાં ઉચ્ચ સ્તરીય સાધનો સાથે ન્યુરો-ફિઝિયોથેરાપી સેન્ટરનું ઉદઘાટન
માવજત હોસ્પિટલ, પાલનપુરે આજે આધુનિક ટેકનોલોજી સાથેનું ન્યુરો-ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કર્યું છે. આ અદ્યતન વિભાગ દ્વારા ન્યુરો સંબંધિત રોગો માટે વિશિષ્ટ સારવાર અને રિહેબિલિટેશન ની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે, જે દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે.
આ નવા સેન્ટરનું ઉદઘાટન ટ્રસ્ટી શ્રી હેમલભાઈ શ્રેણિકભાઈ ચોકસી અને તેમના સુપુત્ર રાયન હેમલભાઈ ચોકસી ના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે માવજત હોસ્પિટલના જૂના સફળ દર્દીઓએ પણ હાજરી આપી હતી અને તેમના દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું. આ લોકોએ ફિઝિયોથેરાપી દ્વારા તેમના જીવનમાં થયેલા સુધારાના અનુભવો રજુ કર્યા હતા.
આ સેન્ટર અદ્યતન ઉચ્ચ સ્તરીય સાધનો થી સજ્જ છે, જેમાં ગેઇટ ટ્રેઈનર, ટ્રેડમીલ, ટીલ્ટ ટેબલ, મસલ સ્ટિમ્યુલેટર, બાળકોના ન્યુરો રિહેબિલિટેશન માટેના વિશિષ્ટ સાધનો, વગેરેનો સમાવેશ થાય છે.
ટ્રસ્ટી શ્રી હેમલભાઈ શ્રેણિકભાઈ ચોકસીએ આ પ્રસંગે જણાવ્યું:
“માવજત હોસ્પિટલનું આ નવીન સેન્ટર આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં એક મહત્વ નો ભાગ ભજવશે. અમારી પ્રાથમિકતા દર્દીઓને શ્રેષ્ઠ સારવાર માટે ઉચ્ચ ગુણવત્તાની સેવા પ્રદાન કરવાની છે.”
ચેરમેન શ્રી ડૉ. જયેશ બાવિશીએ ઉમેર્યું:
“આ સેન્ટર નવીન ટેકનોલોજી અને નિષ્ણાતોની ટીમ સાથે શ્રેષ્ઠ ફિઝિયોથેરાપી અને ન્યુરો-ફિઝિયોથેરાપી સેવાઓ માટે સમર્પિત છે, જે દર્દીઓના જીવનમાં ગુણવત્તાસભર પરિવર્તન લાવશે.”
આ સેન્ટર દ્વારા ઉપલબ્ધ મુખ્ય સેવાઓ:
• સ્ટ્રોક અને પેરાલિસિસ માટેનું રિહેબિલિટેશન
• બાળકો માટેની ફીઝીયોથેરાપી સારવાર
• રમતગમતની ઇજાઓ માટેની વિશિષ્ટ સારવાર
• પીઠ અને સાંધાના દુખાવાના સંચાલન
• સર્જરી પછીની ફીઝીયોથેરાપી સારવાર
• ન્યુરોલોજીકલ તકલીફો માટેની સારવાર
કામકાજના સમય:
ફિઝિયોથેરાપી અને ન્યુરો-ફિઝિયોથેરાપી સેન્ટર “સવારે 09:30 વાગ્યાથી રાત્રે 07:00 વાગ્યા સુધી” કાર્યરત રહેશે.