ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેવાયેલા ઘી અને તેલના નમૂનાઓ અનસેફ જાહેર થયા
બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેવાયેલા ઘી અને તેલના નમૂનાઓ લેબોરેટરીમાં અનસેફ જાહેર થયા
જવાબદાર પેઢીઓ સામે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમા જુદી જુદી પેઢીઓની ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ તપાસ કરાઈ હતી. જેમાં વેચાણ થતા ઘી, ખાદ્ય મસાલા (સ્પાઇસીસ) જેવા કે મરચુ પાવડર (લુઝ), ખાદ્ય તેલો જેવા કે મસ્ટર્ડ ઓઇલ (રાયડા તેલ)વગેરેનો ધંધો કરતી પેઢીઓમાંથી ખાદ્ય ચીજોના નમુનાઓ લેવાયા હતા. આ નમૂનાઓને ચકાસણી માટે ફુડ લેબોરેટરીમાં મોકલાયા હતા તથા શંકાસ્પદ જથ્થો જપ્ત પણ કરવામાં આવ્યો હતો. લેબોરેટરી દ્વારા ચકાસણી કરાતા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ કાયદાની ધોરણો મુજબના જોવા મળેલ નથી. સબસ્ટાન્ડર્ડ અને અન સેફ જાહેર થયેલ નમુનાઓ સંદર્ભે જવાબદારો સામે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લાની અલગ પેઢીઓના ભેંસ અને ગાયનું ઘી, ખાદ્ય તેલ વગેરેના નમૂનાઓ ફેલ જતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.