થરા , શિહોરી ડૉકટર-મેડિકલ એસો.ની માંગ, કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખો
થરા , શિહોરી ડૉકટર-મેડિકલ એસો.ની માંગ, કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખો
શિહોરી મામલતદાને આવેદન આપી પાટણ અથવા બનાસકાંઠામાં સમાવવા રજૂઆત
સોમવારે કાંકરેજ તાલુકા ડૉકટર એસોશિએશન પ્રમુખ અને ભાજપ અગ્રણી ડૉ.રાજુભાઈ બ્રહ્મભટ્ટ અને મેડિકલ એસોસિએશન પ્રમુખ શૈલેષ ઠકકર, કમલેશ શાહ અને શિહોરી મેડિકલ એસોસિએશન પ્રમુખ પરેશભાઈ ઠકકર સહિત મોટી સંખ્યામાં ડોકટરો અને મેડિકલ સ્ટોર્સના સંચાલકોએ પણ વિરોધ દર્શાવ્યો હતો. કાંકરેજ તાલુકાના શિહોરી મામલતદાર કચેરીમાં થરા અને શિહોરીના ડોક્ટર્સ અને મેડિકલ એશોસીએશન દ્વારા નવીન વિભાજિત વાવ-થરાદ જિલ્લામાં ન મૂકવા અને જો મૂકવાના થાય તો પાટણ અથવા તો બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટે કાંકરેજ મામલતદાર વી.એમ.પટેલને આવેદન પત્ર પાઠવ્યું હતું. આ અંગે ડોકટર સેલ ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ.રાજેશ કે.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે નીતિવિષયક જિલ્લાનું વિભાજન કરી ભલે નવો જિલ્લો બનાવ્યો હોય તેનાથી એમને વાંધો નથી પરંતુ અમને અમારું જ્યાં મતદાન છે તે લોકસભા ક્ષેત્ર પાટણ અથવા તો બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે.