ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા કોર્ટ દ્વારા કુલ રૂ.૨૬ લાખનો દંડ કરાયો

બનાસકાંઠા જિલ્લાની કુલ ૧૦ પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા કોર્ટ દ્વારા કુલ રૂ.૨૬ લાખનો દંડ કરાયો

જુદી-જુદી પેઢીઓના ખાદ્ય પદાર્થો જેવા કે ઘી, મીઠો માવાના નમુનાઓ લઈને ચકાસણી કરાઈ હતી

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્‍ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ જિલ્લાની જુદી-જુદી પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થો જેવા કે ઘી, મીઠો માવાના નમુનાઓ લઈને ચકાસણી અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલાવેલા હતા.

ફૂડ લેબોરેટરી દ્વારા સદર નમુનાઓ ધારા ધોરણ મુજબ ન હોવાનુ જાહેર થયેલ હતું તેથી ફુડ સેફ્ટી વિભાગ દ્વારા લેવામાં આવેલ નમુનાઓને સંલગ્ન તમામ જવાબ જવાબદારો સામે જિલ્લાના એડજ્યુડિકટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરની કોર્ટ સમક્ષ કેસ દાખલ કરાયો હતો. જે તમામ કેસો ચાલી જતાં કોર્ટ દ્વારા સંલગ્ન તમામ જવાબદારોને દંડનીય કાર્યવાહી હાથ ધરાઇ છે. દાખલ કરાયેલ કુલ ૧૦ કેસોમાં કોર્ટ દ્વારા કુલ રૂ.૨૬ લાખનો દંડ કરાયો હતો.

આ કેસમાં સંસાર પ્રીમિયમ ઘીના ૫૦૦ ગ્રામ પેકિંગ ફોરેન વેજીટેબલ ફેટની હાજરીને લીધે (૧) શ્રી ચીરાગકુમાર જગદીશભાઈ બાનાવાલા, મે.અનંત ટ્રેડર્સ ,ગુજરાત મોચી વાસ પાસે,મુ.પો.તા. ડીસાને (૨)શ્રી સાગરકુમાર જગદીશભાઈ  બાનાવાલા, મે.અનંત ટ્રેડર્સ , ગુજરાત મોચી વાસ પાસે મુ.પો.તા.ડીસાને ૫૦૦૦૦ નો દંડ, (૩) વિકી રાજેશભાઈ ચોખાવાલા, મે.એસ.વી માર્કેટીગ,લાઠી બજાર મુ.પો.તા. ડીસાને ૨ લાખનો દંડ, સગુન પ્રીમિયમ ગાયના ઘીમાં ફોરેન વેજીટેબલ ફેટની હાજરીને લીધે આ જ ઈસમોને વધુ ૨.૫૦ લાખનો દંડ, Nakoda Dairy Special Desi Ghee from 1 liter pack pouch ના (૧) વનાભાઈ ભાલાભાઈ સોલંકી મે.જય ગોગા પ્રોવિઝન સ્ટોર, બંસીધર શોપિંગ સેંટર, મુ.જેતડા તા.થરાદ,(૨) શ્રી નમનકુમાર કેવલચંદ જૈન (ઉત્પાદક પેઢી) મે. કે.બી.પ્રોડકટ (ઉત્પાદક પેઢી),દાદોબા કંપાઉડ , વાલગાવ , અંજુર ફાટા તા.ભીવંડી, જી. થાણે (૩) મે. કે.બી.પ્રોડકટ (ઉત્પાદક પેઢી) ગોળા નં.૯૪૫ , ૯૪૬ અને ૧ થી ૬, દાદોબા કંપાઉડ ,વાલગાવ ,અંજુર ફાટા તા.ભીવંડી ,જી. થાણે, મહારાષ્ટ્રને કુલ ૪.૫૦ લાખનો દંડ કરાયો હતો.

આ સાથે ફિરોજહૈદર અહમદભાઈ અધારિયા મે.નમસ્તે ફુડ પ્રોડકટસ , હોટલ મિલન પાછળ, હાઈવે રોડ, મુ.પો.કાણોદર, કાન્તિભાઈ નાગરભાઈ પટેલ મે. શ્રી કેશવ કોલ્ડ સ્ટોરેજ, ડીસા- પાલનપુર હાઈવે,(૨) રાજેંદ્ર્કુમાર ધુડાભાઈ જોષી મે.શ્રી કેશવ કોલ્ડ સ્ટોરેજ, ડીસા- પાલનપુર હાઈવે, (૩) શ્રી ઈશ્વરભાઈ વિરાભાઈ પટેલ મે. શ્રી કેશવ કોલ્ડ સ્ટોરેજ,ડીસા- પાલનપુર હાઈવે, ૪. શ્રી લાલબહાદુર રામબરન યાદવ – માલિક મે. શ્રી જય અંબે ડેરી પ્રોડક્ટસ , (ઉત્પાદક પેઢી) મુ. મડાણા ( ડાંગીયા ) તા. પાલનપુર સહિતના ઈસમો વિરૂદ્ધ કુલ ૨૬ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!