એક કરોડ રૂપિયાથી વધુ રકમ પકડી પાડતી એલ.સી.બી. પાલનપુર.
એક કરોડ રૂપિયા પકડી પાડતી એલ.સી.બી. પાલનપુર.
એલ.સી.બી. સ્ટાફના પોલીસ જવાનો સાથે આગામી લોકસભાની સામાન્ય ચુંટણી અન્વયે એરોમા સર્કલ ઉપર વાહન ચેકીંગમાં હતા દરમ્યાન વર્ના કાર નં.GJ-08-BH-9898 ના ચાલક (1)કૃષાનભાઇ કનુભાઇ અગ્રવાલ પાલનપુર તા.પાલનપુર. (2) મુકેશભાઇ લાલાભાઇ સોની રહે.પાલનપુર. તા.પાલનપુર વાળાના કબજામાંથી 500 ના દરની ભારતીય દરની ચલણી નોટો નંગ-20,000/- જે રૂપિયા 1,00,00,000/- (એક કરોડ)ની રોકડ રકમ તથા મોબાઇલ ફોન નંગ-03 કીમત રૂ.70,000/- તથા વર્ના કાર કીમત રૂ.6,00,000/- મળી કુલ રૂ.1,06,70,000/- નો મુદા માલ મળી આવેલ હોય જે રોકડ રકમ ઉકત ઇસમોના કબજામાં રાખવા તથા હેરાફેરી કરવા તથા તેના કોઇ આધાર પુરાવા કે ખુલાસો રજુ કરી શકેલ ના હોય સદર રોકડ રકમ પ્રાથમિક દ્રષ્ટ્રીએ ચોરી હોવાનુ અથવા ચોરેલો હોવાનો, શક પડતો કે, કોઇ ગુનાહીત હોવાનુ શંકાસ્પદ હાલતમાં જણાય આવતા મળી આવેલ હોય સી.આર.પી.સી.ક. ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરેલ છે.
અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ.