રમજાન ઈદ ના પવિત્ર પર્વે વડગામ ખાતે ભાવ દર્શન કાયૅક્રમ યોજાયો.
રમજાન ઈદ ના પવિત્ર પર્વે વડગામ ખાતે ભાવ દર્શન કાયૅક્રમ યોજાયો.
આનંદ ઉલ્લાસ નો પવિત્ર તહેવાર ઈદ-ઉલ-ફિત્ર પર્વે વડગામ મદિના મસ્જિદ ખાતે સરપંચ પ્રવિણભાઈ પરમાર,ડે.સરપંચ ભગવાન સિંહ ગુલાબ સિંહ સોલંકી, તા.પં.પુવૅ.ડેલિગેટ ભરતભાઈ પ્રજાપતી, મંદિર ના પુજારી જગદીશભાઈ રાવલ ની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવ દશૅન કાયૅક્રમ યોજાયો હતો જેમાં વડગામ સહિત તાલુકા ના ગામોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા. કાયૅક્રમ માં ઉપસ્થિત મહાનુભાવો પદાધિકારીઓ અગ્રણીઓએ રમઝાન ઈદ નાપવિત્ર પર્વે શુભેચ્છા પાઠવી હતી .મુસ્લિમ સમાજના આગેવાન યુનુસ ખાન પરમાર, ઈકબાલ ખાન કુરેશી ભિખનખાન કુરેશી એ કાયૅક્રમ નું સફળ સંચાલન કર્યું હતું.