યુવા સંગમ તબક્કા IV અંતર્ગત અરૂણાચલ પ્રદેશના પ્રતિનિધિઓ ગુજરાત પહોંચ્યા
યુવા સંગમ તબક્કા IV અંતર્ગત અરૂણાચલ પ્રદેશના પ્રતિનિધિઓ ગુજરાત પહોંચ્યા
યુવા સંગમ, એક ભારત શ્રેષ્ઠ ભારત (ઈબીએસબી) હેઠળ, ભારત સરકાર દ્વારા ભારતના વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના યુવાનો વચ્ચે લોકોથી લોકોના જોડાણને મજબૂત કરવા માટેની પહેલ છે. તે યુવાનો માટે શૈક્ષણિક કમ સાંસ્કૃતિક પ્રવાસોનું આયોજન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં એક રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશથી બીજા રાજ્યમાં કેમ્પસ અને બહારના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
પ્રવાસ દરમિયાન, પર્યટન, પરંપરા, પ્રગતિ (વિકાસ), પરસ્પર સંપર્ક (લોકોથી લોકોનું જોડાણ) અને ટેકનોલોજી જેવા પાંચ વ્યાપક ક્ષેત્રો હેઠળ બહુપરિમાણીય એક્સપોઝર મુલાકારીઓને પ્રદાન કરવામાં આવે છે. પ્રતિનિધિમંડળ વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશઓના યુવાનો 5-7 જિવસ (મુસાફરીના દિવસો સિવાય) માટે તેમની જોડી સમકક્ષોની મુલાકાત લે છે જે દરમિયાન તેઓને રાજ્યના વિવિધ પાસાઓનો તરબોળ અનુભવ મળે છે અને સ્થાનિક યુવાનો સાથે વાર્તાલાપ અને ઊંડાણપૂર્વક જોડાવવાની તક મળે છે. સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (એસવીએનઆઈટી) સુરતને યુવા સંગમના તબક્કા 4 માટે ગુજરાતમાંથી નોડલ સંસ્થા તરીકે ઓળખવામાં આવી છે.
આ વખતે ગુજરાત રાજ્યની જોડી અરૂણાચલ પ્રદેશ સાથે છે જેમાં તેમના નોડલ એચઈઆઈ તરીકે રાજીવ ગાંધી યુનિવર્સિટી છે. અરૂણાચલ પ્રદેશનું પ્રતિનિધિમંડળ 8.4.2024ના રોજ એસવીએનઆઈટી, સુરત ખાતે આવ્યું છે. તેઓએ આજે હરી કૃષ્ણ એક્સપોર્ટ્સ (હીરા ઉદ્યોગ)ની મુલાકાત લીધી હતી. તેઓ ગાંધી કુટિર, અક્ષરધામ, અડાલજ સ્ટેપ વોલ, સ્પેસ એપ્લિકેશન સેન્ટર, સાબરમતી આશ્રમ, અમુલ ડેરી-આણંદ, સુરત ફોર્ટ, ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી-એસજીસીસીઆઈ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરેની મુલાકાત લેશે.