ગ્રામીણ વિસ્તારોમાં મતદાન વધારવા માટે દૂધ મંડળીઓમાં આવતા પશુપાલકોને મતદાન વિશે જાગૃત કરવામાં આવ્યા
લોકસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૪
ગ્રામીણ વિસ્તારોમાં મતદાન વધારવા માટે દૂધ મંડળીઓમાં આવતા પશુપાલકોને મતદાન વિશે જાગૃત કરવામાં આવ્યા
વહીવટી તંત્ર દ્વારા સિગ્નેચર કેમ્પેઇન, પોસ્ટર પ્રદર્શન તથા સંકલ્પ થકી મતદાનના મહત્વ વિશે સમજ અપાઇ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે બનાસકાંઠા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ માટે જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનની ટકાવારી વધે તે માટે વિવિધ દૂધ મંડળીઓમાં આવતા પશુપાલકોને મતદાન વિશે જાગૃત કરવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના વિવિધ ગામોમાં આવેલી ડેરીઓમાં અનેક પશુપાલકો દૂધ ભરાવવા આવતા હોય છે, ત્યારે આ પશુપાલકોને વહીવટી તંત્ર દ્વારા સિગ્નેચર કેમ્પેઇન અને પોસ્ટર પ્રદર્શન જેવા વિવિધ કાર્યક્રમો થકી મતદાનના મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી તથા અચૂક મતદાન માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.
વડગામના લિંબોઈ, કાંકરેજના માનપુરા જૂના, થરાદના મલુપુર, ડીસા તાલુકાના ખેટવા અને ધરપડા, થાવર દુધ ઉત્પાદક મંડળી જેવી વિવિધ દૂધ મંડળીઓ ઉપર મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા.