વડગામ ગાયત્રી પરિવાર દ્વારા ચૈત્રી નવરાત્રી પર્વ નિમિત્તે ઘટસ્થાપન ,પુજા અર્ચના કરવામાં આવી.
વડગામ ગાયત્રી પરિવાર દ્વારા ચૈત્રી નવરાત્રી પર્વ નિમિત્તે ઘટસ્થાપન ,પુજા અર્ચના કરવામાં આવી.
વડગામ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા તમામ પરિજન ભાઈ, બહેનો ની ઉપસ્થિતિ માં ઘટસ્થાપન કરી ચૈત્રી નવરાત્રી નો મંગળવારે શુભારંભ કર્યો હતો. જેઅંગે પ્રતિક્રિયા આપતાં વડગામ ગાયત્રી પ્રજ્ઞાપીઠ ટ્રસ્ટ ના ઉપાસક કરશનજી ચતરાજી સોલંકી એ જણાવ્યું હતું કે, હિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું ઘણું મહત્વ છે. નવરાત્રી દરમિયાન હવન અને પૂજા અચૅના , ઘટસ્થાપન કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન શક્તિ આરાધનાના કરવામાં આવે છે. અનુષ્ઠાન દરમિયાન સવારે વહેલા ઉઠવું જોઈએ. સાથે જ યોગ અને પ્રાણાયામ પણ કરવા જોઈએ. આમ કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે તેવું જણાવ્યું હતું.
અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ