બનાસકાંઠા જીલ્લા મજદૂર સંઘના બનાસકાંઠાના પ્રમુખ તરીકે અમૃતભાઈ જુડાલની વરણી કરવામાં આવી.
બનાસકાંઠા જીલ્લા મજદૂર સંઘના બનાસકાંઠાના પ્રમુખ તરીકે અમૃતભાઈ જુડાલની વરણી કરવામાં આવી.
બનાસકાંઠા જીલ્લા મજદૂર સંઘ ની દાંતા ખાતે 2024 નાં વર્ષની વાર્ષિક સાધારણ સભા ગુજરાત ભારતીય મજદૂર સંઘના સહમંત્રી ધર્મેશભાઈ સુમરા ના અધ્યક્ષ સ્થાને સાથે બનાસકાંઠાના પ્રભારી શૈલેષભાઈ લિંબચિયા,બાબુસીંહ ગોહિલ ઉત્તર ગુજરાત સંગઠન મંત્રી,ભારતીય મજદૂર મહાસંઘ ના ઉપપ્રમુખ મહેશભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા આંગણવાડી બહેનો, GISF નો સ્ટાફ, જીઇબી ના કર્મચારી,અસંગઠિત ક્ષેત્રના કામદારો ની હાજરીમાં યોજાઈ હતી.
બનાસકાંઠાના પ્રમુખ તરીકે અમૃતભાઈ જુડાલ,કાર્યકારી પ્રમુખ તરીકે અભાભાઇ રબારી,મહામંત્રી તરીકે ગમનભાઈ દેસાઈ,ઉપપ્રમુખ મુકેશભાઈ સોલંકી GISF,સહમંત્રી તરીકે કિરણભાઈ જોશી GEB, સંગઠન મંત્રી ડાહ્યાભાઈ કરેણ અસંગઠિત ક્ષેત્રના,મહિલા પ્રતિનિધિ ઇલાબા રાઠોડ આંગણવાડી વિભાગ,કોષ અધ્યક્ષ તરીકે પ્રદીપભાઈ રાવલ ની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી