વડગામ ખાતે ગુજકોમાસોલ દ્વારા રાયડા ની ખરીદ સેન્ટર નો શુભારંભ કરવામાં આવ્યો.

વડગામ ખાતે ગુજકોમાસોલ દ્વારા રાયડા ની ખરીદ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો.

(ગુજકોમાસોલ દ્વારા અંદાજે દોઢ કરોડ ના રાયડા ની ખરીદી કરવામાં આવશે.)

ભારત સરકારની પી.એસ.એસ. યોજના હેઠળ વર્ષ ૨૦૨૪-૨૫, માં ટેકાના ભાવે રાયડો ખરીદ કરવા વડગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ના ચેરમેન કે.પી.ચૌધરી
ની અધ્યક્ષતા માં તથા એ.પી.એમ.સી. ચેરમેન પરથીભાઈ લોહ ની પ્રેરક ઉપસ્થિતિમાં વડગામ ખાતે રાયડો રવિ ૨૪ ખરીદ સેન્ટર નું સોમવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
તાલુકા સંઘ મેનેજર વિનોદભાઈ ચૌધરી, ગુજકો માસોલ પ્રતિનિધિ નાગજીભાઈ ચૌધરી એ શુભ મુહૂર્ત માં પૂજા અચૅના કરી સૌ પ્રથમ આવેલ ખેડૂતો નો રાયડો ખરીદ કર્યો હતો. એ.પી.એમ.સી. સેક્રેટરી માંઘજીભાઈ ધુળીયા, ચેતનભાઈ ગોળે કાયૅક્રમ નું સફળ સંચાલન કર્યું હતું.આ પ્રસંગે ડિરેક્ટર દિનેશભાઈ ચૌધરી એદરાણા, ચેલાભાઈ ડેકલીયા વડગામ પ્રેમજીભાઈ ભૂતડીયા એદરાણા સહિત ખેડૂતો વેપારીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકાના ગુજકો માસોલ માં નાંધાયેલ ખેડૂતો અંદાજે રૂપિયા દોઢ કરોડ નો રાયડો ભરાવશે. આ અંગે પ્રતિક્રિયા આપતાં ચેરમેન કે.પી.ચૌધરી એ વડગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે ગુજકો માસોલ દ્વારા વડગામ ખાતે રાયડો ખરીદ કરવા સેન્ટર ફાળવવામાં આવતાં ભારત સરકાર અને રાજ્ય સરકાર નો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!