કટોકટીની પળોમાં ચિત્રાસણી 108 ની ટીમે સફળ પ્રસુતિ કરાવી
કટોકટીની પળોમાં ચિત્રાસણી 108 ની ટીમે સફળ પ્રસુતિ કરાવી
અમીરગઢ તાલુકાના આંબાપાણી ગામના વાડીવિસ્તાર માં રહેતાં સુમીબેન ને પ્રુસુતી ની પીડા ઉપડતા જ આશાવર્કર સવીબેન 108 ને કોલ કર્યો હતો.આ કોલ ચિત્રાસણી 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ની ટિમ ને મળતા ત્યાં ના કર્મચારીઓ ઈએમટી ગંગારામભાઈ ચૌધરી અને પાઈલોટ ભવદીપભાઈ પરમાર તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતાં. ઘટના સ્થળ પર પહોચતા EMT દ્રારા તપાસ કરતા સગર્ભાની પરિસ્થિતિ ગંભીર માલુમ પડતા ઘટના સ્થળે ડિલિવરી કરાવી પડે તેમ હતી. તેથી ઈએમટી દ્વારા અમદાવાદ હેડ ઓફિસ સ્થગિત ડૉ શ્રી ની સલાહ મુજબ અને 108 એમ્બ્યુલન્સ માં ઉપલબ્ધ ડીલીવરી ના સાધનો ડિલિવરી કીટ નો ઊપયોગ કરીને ઘરે જ સફળતા પુર્વક બાળક નો જન્મ કરાવવામાં આવ્યો હતો. તથા વધુ સારવાર અર્થે માતા અને બાળક ને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં ખસેડવામાં આવ્યા હતા. આ 108 એમ્બ્યુલન્સ દ્વારા કટોકટી ના સમયે જરાપણ વિલંબ કર્યા વગર સ્થળ પર ડિલિવરી કરાવતા માતા અને બાળક નો અમૂલ્ય જીવ મુશ્કેલી માં મુકતા બચી ગયેલ હતો.બાળક નો જન્મ થતા પરિવાર માં હર્ષ ની લાગણી ફેલાઈ હતી તથા પરિવાર દ્વારા 108 ટીમ ની કામગીરી ને બિરદાવવામાં આવી હતી.