વિશ્વ રંગભૂમિ દિવસે સ્વસ્તિક આર્ટ એકેડમી દ્વારા હિન્દી શોર્ટ ફિલ્મ લોન્ચ કરાઈ.
વિશ્વ રંગભૂમિ દિવસે સ્વસ્તિક આર્ટ એકેડમી દ્વારા હિન્દી શોર્ટ ફિલ્મ લોન્ચ કરાઈ
શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક આર્ટ એકેડમી કાર્યરત છે. જેમાં પાલનપુર અને આસપાસની શાળાઓના ૨૫૦ થી વધુ બાળ કલાકારો આ સ્વસ્તિક આર્ટ એકેડમી માં તાલીમ મેળવી રહ્યા છે. સ્વસ્તિક આર્ટ એકેડમીમાં ચિત્રકલા, સંગીત, ગાયન – વાદન, નૃત્ય અને અભિનય ની તાલીમ અપાય છે.
સ્વસ્તિક આર્ટ એકેડમીના એક્ટિંગ વિભાગ ના બાળકો દ્વારા અભિનીત એક હિન્દી શોર્ટ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે વિશ્વ રંગભૂમિ દિન પ્રસંગે ડાયરેકટર નયન ચત્રારિયા દિગ્દર્શિત હિન્દી શોર્ટ ફિલ્મ ‘ ભાગ્ય રેખા ‘ નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રીમતી સાળવી પ્રા.શાળાના આચાર્ય રવિન્દ્રભાઈ મેણાત, મહેશભાઈ પટેલ, રંજનબેન પટેલ સહિત આ ફિલ્મ નાં તમામ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના પ્રખ્યાત સંગીતકાર સમીર – માના નાં સંગીત હેઠળ તૈયાર થયેલ આ ફિલ્મ માં સ્વસ્તિક એક્ટિંગ એકેડમી ની બાળ કલાકાર જૈની જાની મુખ્ય પાત્રમાં છે. આ સાથે જાણીતા ફિલ્મ કલાકાર નિલેશ બ્રહ્મભટ્ટ, હિના પટેલ, મેશ્વા પંડ્યા, પ્રશાંતચંદ્ર પટેલ સહિત સ્વસ્તિક આર્ટ એકેડમીના બાળ કલાકારો હેન્સી ભૂટકા, વેદ રાવલ, કશિશ પંચાલ, આદિત્ય રાવળ, ધ્વનિ જોશી, ભાવિક કાપડી, સ્નેહા પંચાલ, રુદ્ર મહિવાલ, રુદ્ર ગોહિલ, નિરાલી રણાવાસીયા એ પોતાનો અભિનય આપ્યો છે.
આસી.ડાયરેકટર તરીકે પાલનપુરના ઉભરતા કલાકાર રાજ વાગડોદા છે જ્યારે આ ફિલ્મના નિર્માતા મધુ ચત્રારિયા અને અક્ષય વ્યાસ છે.
નેશનલ અને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ની હરીફાઈમાં મુકવા માટે તૈયાર કરાયેલ આ ફિલ્મનાં લોન્ચિંગ પ્રસંગે મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ અને સ્વસ્તિક આર્ટ એકેડમીના ચેરમેન રોહિતભાઈ ભૂટકાએ શુભકામનાઓ પાઠવી હતી.