પાલનપુર માં થયેલ છેડતી નો આરોપી ભરત ઠક્કર ના જામીન નામંજૂર
પાલનપુર માં થયેલ છેડતી નો આરોપી ભરત ઠક્કર ના જામીન નામંજૂર
આવા લોકો ને જામીન આપવાથી ગુના નું પુનરાવર્તન થશે – કોર્ટ નું અવલોકન
બેન ને ન્યાય અપાવીશું : એડવોકેટ મનોજ ઉપાધ્યાય
પાલનપુર માં થોડા દિવસ અગાઉ થયેલ છેડતી નો આરોપી ભરત ઠક્કર ના જામીન પાલનપુર ની કોર્ટ ફગાવ્યા છે ઉલ્લેખનીય છે કે પાલનપુર માં થોડા સમય અગાઉ ધોળા દિવસે એક મહિલા ની જાહેર માં છેડતી થઈ હતી અને એના સીસીટીવી સમગ્ર શહેર માં ફરતાં થયા હતા અને એના લીધે ખુબ રોષ નો માહોલ પેદા થયો હતો જેનો આરોપી ભરત પ્રવિણચંદ્ર ઠક્કર છેડતી કરી ને દવાખાના માં દાખલ થઈ ગયો હતો જે બાદ ડોકટર નું સર્ટિ માનસિક રીતે ફિટ આવતા ભરત ઠક્કર ને કોર્ટ માં રજુ કરવામાં આવ્યો હતો ભરત ઠક્કર દ્વારા આ અંગે જામીન અરજી દાખલ કરવામાં આવી હતી જેની સુનાવણી પાલનપુર ના ત્રીજા એડી સી જજ સાહેબ આર એ પટેલ સાહેબ ની કોર્ટ માં થતાં નામદાર કોર્ટ દ્વારા આરોપી ભરત ઠક્કર ના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા ફરિયાદી મહિલા ના વકીલ મનોજ ઉપાધ્યાય દ્વારા જામીન અરજી નો વિરોધમાં ખુબ જ ભારપૂર્વક દલીલ કરવામાં આવી હતી કે જો આવા આરોપી ને જામીન આપવામાં આવે તો સમાજ માં ગુનાખોરી નું પ્રમાણ વધશે તથા મહિલા ઓ જાહેર માં બહાર નહિ નીકળી શકે આરોપી ભરત ઠક્કર દ્વારા જાહેર માં છેડતી થઈ છે અને તે વખતે નાની દીકરી પણ ત્યાં હાજર હતી જો આવા લોકો ને છોડવામાં આવે તો બાળકો ની માનસિકતા પર પણ અસર પડશે અને ભય નો માહોલ પેદા થશે આવા લોકો નું સ્થાન જેલ માં જ હોવું જોઈએ જેથી મહિલા ઓ ની આ રીતે કોઈ ઈજ્જત લેવા નો પ્રયાસ ના કરે અને સભ્ય સમાજ માં દાખલો બેસી શકે નામદાર કોર્ટ દ્વારા ધારદાર દલીલો ને ધ્યાન માં લઇ ને નામદાર કોર્ટ દ્વારા એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે જો આવા લોકો ને જામીન આપવામાં આવે તો ગુના નું પુનરાવર્તન થઈ શકે છે તથા હોસ્પિટલ માં દાખલ થયા બાદ પણ કોઈ બીમારી હોય તેવું હાલ ના આરોપી સાબિત કરી શક્યા નથી જેથી હાલ ના આરોપી ને જામીન આપી શકાય નહિ આ અંગે ફરિયાદી મહિલા ના વકીલ મનોજ ઉપાધ્યાય એ જણાવ્યું હતું કે બેન હિંમત કરી ને બહાર આવ્યા છે લડવા ની તૈયારી બતાવી છે આ કેસ માં ભોગ બનનાર બેન ને ન્યાય મળે તે માટે બધા જ પ્રયાસો કરીશ અને બીજા કોઈ બહેન આવા લોકો નો ભોગ ના બને તે માટે સમાજ દાખલો બેસાડીશું આરોપી ભરત ઠક્કર હાલ સબ જેલ પાલનપુર માં રાખવામાં આવ્યો છે