મોસ્કોમાં આતંકવાદી હુમલો, 60નાં મોત
મોસ્કોમાં આતંકવાદી હુમલો, 60નાં મોત,
ISISએ લીધી હુમલાની જવાબદારી
રશિયાની રાજધાની મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુઆંક 60 પર પહોંચી ગયો છે. આંકડો વધવાની શક્યતા છે. 100થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો ત્યારે થયો જ્યારે પ્રખ્યાત રશિયન રોક બેન્ડ ‘પિકનિક’ના કોન્સર્ટમાં ભાગ લેવા માટે ક્રોકસ સિટી હોલમાં લોકોની ભીડ એકઠી થઈ હતી. આ હોલમાં 6,000થી વધુ લોકો બેસી શકે છે. લડાયક પોશાકમાં ઓછામાં ઓછા પાંચ લોકો કોન્સર્ટ હોલમાં પ્રવેશ્યા અને ગોળીબાર કર્યો હતો.
આ હુમલો શુક્રવારે સાંજે (22 માર્ચ) થયો હતો. આતંકવાદી સંગઠન ISISએ આની જવાબદારી લીધી છે. આર્મી યુનિફોર્મમાં સજ્જ પાંચ આતંકવાદીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો અને બોમ્બ ફેંક્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું- અમે મોસ્કોમાં આતંકવાદી હુમલાની નિંદા કરીએ છીએ. અમારી સંવેદના પીડિતોના પરિવારો સાથે છે. દુઃખની આ ઘડીમાં ભારત રશિયાની સરકાર અને લોકો સાથે ઊભું છે.