વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી માળા વિતરણ અને કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જનસેવા ગ્રૂપ દ્વારા ચકલી માળા વિતરણ અને કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો…

20 માર્ચ વિશ્વ ચકલી દિવસ જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર દ્વારા છેલ્લા 11 વર્ષના સમયગાળામાં ચકલીઓને બચાવવા માટે 10000 ચકલી માળા અને 10000 કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે આધુનિક યુગમાં ટેકનોલોજીના વધુ પડતા વપરાશ , મોબાઈલના ટાવરોના વધુ પડતા ઉપયોગના, મોબાઈલના હેવી રેડીએશન, સિમેન્ટ કોંકરેટ ના મકાનો, ચકલીઓને રહેવા માટેની યોગ્ય વ્યવસ્થાઓના અભાવ કારણે વિશ્વમાં ચકલીઓની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે ગરમીના કારણે પક્ષીઓ પાણી માટે તરફડતા હોય છે છેલ્લા ઘણા સમયથી ચકલીઓની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી હોય તેવું માલુમ પડે છે આજે જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મામા નું ઘર સંસ્થા પાલનપુર ખાતે ચકલી માળા વિતરણ અને કુંડા વિતરણ સેવા કાર્યક્રમ યોજાયો ..જેમાં મામાનું ઘર સંસ્થામાં વિવિધ જગ્યાએ ચકલીમાળા નું સ્થાપન કરવા આવ્યું અને વિવિધ જગ્યાએ પક્ષીઓને પીવા માટે પાણીની પરબ એટલે કે કુંડાઓનું સ્થાપન કરવામાં આવ્યું. સંસ્થાની વિવિધ દીકરીઓને યોગ્ય સમયે કુંડાઓમાં પાણી ભરવાની જવાબદારી, કુંડાઓના સાફ સફાઈ ની જવાબદારી સોંપવામાં આવી અને ચકલી માળાના દેખભાળ કરવાની જવાબદારી પણ આપવામાં આવી. આજના આ કાર્યક્રમ મા મામાનું ઘર સંસ્થાના પ્રિયંકાબેન ચૌહાણ, સંસ્થાના સ્ટાફ મિત્રો, સંસ્થાના વિદ્યાર્થીઓ ,જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ, પાલનપુરના જયેશભાઇ સોની ,અશોકભાઈ પઢિયાર,ઠાકોરદસ ખત્રી સહિત મિત્રો હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો…

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!