વિશ્વ હિન્દુ પરિષદ પાલનપુર જિલ્લા ની વ્યાપક બેઠક યોજાઈ
વિશ્વ હિન્દુ પરિષદ પાલનપુર જિલ્લા ની વ્યાપક બેઠક યોજાઈ
રામનવમી અને હનુમાન જયંતી નાં કાર્ય ક્રમો નાં આયોજન ની સમીક્ષા કરવામાં આવી
પાલનપુર જલારામ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પાલનપુર દ્વારા સાંજે પાંચ વાગે જિલ્લાની વ્યાપક બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં ગઢ વિરમપુર જલોત્રા, અંબાજી, વડગામ, અમીરગઢ, પાલનપુર શહેર સહિત પાલનપુર તાલુકા નાં ૧૦૦ થી વધુ સ્વયં સેવકો ઉપસ્થિતિ રહ્યા હતા આ બેઠક માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમી અને હનુમાન જયંતી નાં કાર્યક્રમો નાં આયોજન ની ચર્ચા કરવામાં આવી હતી
વિશ્વ હિન્દુ પરિષદ પાલનપુર નાં પ્રખંડ આયામ સહ નવીન અધિકારી ની જવાબદારી અને જિલ્લા આયામ સહ અધિકારીઓ ની ઘોષણા કરવામાં આવી હતી
આ બેઠક માં જિલ્લા અધ્યક્ષ દિલસુગભાઈ અગ્રવાલ, જિલ્લા ઉપાધ્યક્ષ શામળભાઈ ગુડોલ, જિલ્લા મંત્રી મયુરભાઈ પટેલ, જિલ્લા સહમંત્રી અરવિંદભાઈ પંડ્યા અને વિભાગીય મંત્રી પ્રભુદાસ મોદી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા