પ. પૂ.આ.ભ. યશોવિજયજી મહારાજે ભૂતેડી ગામે પગલાં પાડ્યા
પ. પૂ.આ.ભ. યશોવિજયજી મહારાજે ભૂતેડી ગામે પગલાં પાડ્યા
પાલનપુર તાલુકાના ભૂતેડી ગામે મંગળવારે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત યશોવિજયજી મહારાજ સાહેબ અને ૨૫ આદિ ઠાણા સાધુ ભગવંતો સાથે પધાર્યા હતા જેમનું ભૂતેડી મહાજન જૈન સંઘ અને ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે ગુરુદેવનું સામૈયું કરવામાં આવ્યું હતું મહારાજ સાહેબ પ્રભુદર્શન અને ચૈત્ય વંદન કરી પ્રાથમિક શાળાનાં મલ્ટી મીડિયા હોલ ખાતે બાળકો અને ગ્રામજનો ને નરસિંહ મહેતા અને મીરાની ભક્તિ વિષે વ્યાખ્યાન દ્વારા સંસ્કારોનું સિચન અને ગુરુ જ્ઞાન વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ભૂતેડી ગ્રામજનોને લક્ષ્મીવાન બનવાના આશીર્વાદ પાઠવ્યા હતા.
અહેવાલ: ભીખાલાલ