સાયન્સ કોમર્સ કૉલેજ પાલનપુર માં મતદાન જાગૃતિ કાર્યક્ર્મ યોજાયો
સાયન્સ કોમર્સ કૉલેજ પાલનપુર માં મતદાન જાગૃતિ કાર્યક્ર્મ યોજાયો
બનાસકાંઠા ડીસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખકોલેજ ઓફ કોમર્સ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર વિનુભાઈ એમ પટેલના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં શૈલેષભાઈ ચૌધરી તથા શ્રી જાવેદભાઈ સિંધીએ sveep Nodal ઓફિસર તરીકે હાજર રહી વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવી મત આપવા માટે પ્રેરિત કર્યા તથા મત આપવા માટે શપથ લેવડાવ્યા જેમાં આશરે 300 કરતાં વધુ વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહેલ. આ સમગ્ર કાર્યક્રમ પ્રિન્સિપાલ શ્રી ડૉ. વાય બી ડબગર સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં પ્રો ડૉ એસ એન જયસ્વાલ સાહેબે મહેમાનો નો પરિચય આપી સમગ્ર કાર્યક્રમની શુભ શરૂઆત કરાવેલ તથા આ પ્રોગ્રામમાં શ્રી સુનિલભાઈ, ડો. શીતલ ચૌધરી, ડૉ. વિજયભાઈ પરમાર તથા શ્રી દર્શનભાઈ એ હાજર રહી સમગ્ર કાર્યક્રમનું સુચારો સંચાલન કરે કરેલ.
અહેવાલ ભીખાલાલ